Not Set/ સુપ્રીમ કોર્ટે આપેલા ફટાકડા ફોડવાના સમયનું સુરસુરિયું કરી નાખ્યું,50ની સામે ગુનો નોંધાયો

અમદાવાદ, સુપ્રિમ કોર્ટનો આદેશ અને અમદાવાદ શહેર પોલિસ કમિશનરના બહાર પાડેલા જાહેરનામાની ઐસીતૈસી કરીને દિવાળી અને બેસતા વર્ષના દિવસે મોડી રાત સુધી ધડાધડ ફટાકડા ફોડ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે ગુનોં નોંધાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 1 51 સુપ્રીમ કોર્ટે આપેલા ફટાકડા ફોડવાના સમયનું સુરસુરિયું કરી નાખ્યું,50ની સામે ગુનો નોંધાયો

અમદાવાદ,

સુપ્રિમ કોર્ટનો આદેશ અને અમદાવાદ શહેર પોલિસ કમિશનરના બહાર પાડેલા જાહેરનામાની ઐસીતૈસી કરીને દિવાળી અને બેસતા વર્ષના દિવસે મોડી રાત સુધી ધડાધડ ફટાકડા ફોડ્યા હતા.

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે ગુનોં નોંધાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. અમદાવાદના પોલિસ કમિશનરે રાત્રીના 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાનું જાહેરનામુ બહાર પાડ્યું હતું, છતાં શહેરમાં દિવાળી પર્વના બંને દિવસોમાં મોડી રાત સુધી લોકોએ દારૂખાનુ ફોડ્યું હતું.

આ અંતર્ગત અમદાવાદ પોલીસ એક્સનમાં આવી ગઇ હતી. દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં પોલીસે 50થી વધુ લોકોને પકડ્યા છે. 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે.

જો કે અમદાવાદ પોલિસે જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા 3 વ્યક્તિઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સ એઇએસ ગ્રાઉન્ડ, સાગર એપાર્ટમેન્ટ, નજીક અને ગોયલ ઈન્ટરસિટી ગાર્ડન પાસેથી ધરપકડ કરાઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામાંને ભંગનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 3 ડઝનની જાહેરનામાનું ભંગ કરનાર તેંમજ પરવાના વગર ફટાકડા વેચવાના કેસ નોંધાયા હતા.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દિવાળીના તહેવાર દરમિયાન 10 વાગ્યા પછી ફટકાડા ફોડનાર 50થી વધુ લોકોને પકડવામાં આ્યા છે. આ તમામ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે.

અમદાવાદના  એરપોર્ટ વિસ્તાર, ખોખરા, મેઘાણીનગર, અમરાઇવાડી અને રામોલ સહિતના પૂર્વ અમદાવાદમાં મોડી રાતે ફટાકડા ફોડવાના ગુના નોંધાયા હતા