Not Set/ મુંબઈના દાહનું નજીક માલગાડીમાં આગ, કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું

વલસાડ, દાહનું અને વાનગાંવ વચ્ચે માલગાડીનાં કન્ટેનરમા મોડી રાતે અચાનક લાગેલી ભીષણ આગ બાદ મુંબઈ અમદાવાદનો રેલ વ્યહવાર હાલ ઠપ થયો છે મોટા ભાગની ટ્રેનો રદ કરાઇ છે. વલસાડ એક્ષપ્રેસ અને ફ્લાઈંગ રાનીને રદ કરાઇ  છે તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતીને વલસાડથી પરત કરાઇ છે. રેલ તંત્ર દ્વારા આગ લાગેલા ડબ્બા ને દૂર કરવા કામગીરી ચાલુ […]

Top Stories Gujarat Others
mantavya 1 53 મુંબઈના દાહનું નજીક માલગાડીમાં આગ, કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું

વલસાડ,

દાહનું અને વાનગાંવ વચ્ચે માલગાડીનાં કન્ટેનરમા મોડી રાતે અચાનક લાગેલી ભીષણ આગ બાદ મુંબઈ અમદાવાદનો રેલ વ્યહવાર હાલ ઠપ થયો છે મોટા ભાગની ટ્રેનો રદ કરાઇ છે. વલસાડ એક્ષપ્રેસ અને ફ્લાઈંગ રાનીને રદ કરાઇ  છે તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતીને વલસાડથી પરત કરાઇ છે. રેલ તંત્ર દ્વારા આગ લાગેલા ડબ્બા ને દૂર કરવા કામગીરી ચાલુ હૉય બને તરફ ની લાઈનો ને બંધ રખાઈ છે  આગ લાગેલો ડબ્બો ટ્રેક સાથે ચીટકી જતા રેલ ટ્રેક કાપીને નવો ટ્રેક નાખવામાં આવી રહ્યા નાં સમાચારો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-મુંબઇ લાઇન ઉપર દહાણુ-વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગી હતી જેના કારણે મુંબઈથી સુરત સહિત અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. સુરતમાં તહેવારોના દિવસે રેલ્વે તંત્ર ખોરવતા મુસાફરોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

મોડી રાત્રે કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું છે. હવે આ ટ્રેક કાપીને કન્ટેનર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની જગ્યાએ નવો ટ્રેક નાંખવામાં આવી રહ્યો છે અને બંને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે.

દાહનું પાસે રાત્રી દરમિયાન માલ ગાડીમાં આગ લાગવાને કારણે મોટાભાગની ટ્રેન 4 થી 5 કલાકો સુધી મોડી ચાલી રહી છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ભારી જમાવડો જમા થઈ ગયો સાથે જ તેહવારીમાં ફરવા જતા લોકોએ એડવાન્સમાં હોટલ બુકિંગ કરાવવી દીધા હોવાથી હવે તેમને એક દિવસ વધુ રૂપિયા ખર્ચી ખર્ચમાં વધારો કરી રહ્યા છે. સાથે જ સુરતથી મુંબઈ જતા લોકો ને પણ ભારી હાલાકીનો વારો આવી રહ્યો છે ત્યારે કેટલાક મુસાફરો 5 કલાક થી વધુ ટ્રેન મોડી ચાલી રહેવાના કારણે વિદેશમાં વેકેશનની મજા મળવા જતા લોકો ને હવે ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને તેઓનું ટ્રેન મોડી હોવાથી વેકેશન બગડી ગયું  છે.