Not Set/ અમદાવાદ : પહેલા લગ્ન છુપાવી યુવકે વિધવા સાથે કર્યા કોર્ટ મેરેજ

અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યુવકે પ્રથમ પત્ની હોવા છતાં પ્રેમ થયા બાદ એક વિધવા સાથે કોર્ટ લગ્ન કરી લીધા હતા. યુવકે કોર્ટમાં એવું કહીને બીજા લગ્ન કર્યા હતા કે આ પહેલા તેના લગ્ન થયા નથી. જો કે તપાસ કરવામાં આવતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. જણાવીએ કે આ યુવક અવારનવાર તેની પહેલી  પત્ની અને માતાને ઘરમાંથી […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamona 3 અમદાવાદ : પહેલા લગ્ન છુપાવી યુવકે વિધવા સાથે કર્યા કોર્ટ મેરેજ

અમદાવાદ,

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યુવકે પ્રથમ પત્ની હોવા છતાં પ્રેમ થયા બાદ એક વિધવા સાથે કોર્ટ લગ્ન કરી લીધા હતા. યુવકે કોર્ટમાં એવું કહીને બીજા લગ્ન કર્યા હતા કે આ પહેલા તેના લગ્ન થયા નથી. જો કે તપાસ કરવામાં આવતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. જણાવીએ કે આ યુવક અવારનવાર તેની પહેલી  પત્ની અને માતાને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહી સંપૂર્ણ સંપત્તિમાં હક્ક માંગતો હતો.

આપને જણાવીએ કે જગતપુરમાં રહેતા રેખાબહે ( ઉ. 38 )ને 23 વર્ષ પહેલા ભરતજી ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. ભરતજી ઠાકોર દલાલીના વ્યવસાયમાં હતો. તેમના લગ્નના એક-બે વર્ષ બાદ ભરતજીએ તેમની પત્ની રેખાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જો કે તેમના પરિવારજનોએ આ બાબતને લઈને તેમને ઠપકો પણ આપ્યો હતો.

રેખાબહેન અને ભરતજીના ઘરે વર્ષ 2002માં દીકરાનો જન્મ થયો હતો. હાલ આ દીકરોનું ઉમર 17 વર્ષ છે. રેખાબહેનના સસરાનું વર્ષ 2014માં મૃત્યુ થઈ ગયા પાછી તેમના પતિએ તેમણે એવું કહેવાનું શરૂ કર્યું હતું કે ‘તું મને હવે ગમતી નથી’. જે બાદમાં રેખાબેનના પતિએ ઘરે આવવાનું ઓછું કરી દીધું હતું. રેખાબેને તપાસ કરી તો જગતપુર ગામની મીના નામની વિધવા મહિલા સાથે તેમને સંબંધ હતો. આ અંગે પૂછપરછ કરવામાં આવતા ભરતજી રેખા સાથે મારપીટ કરતો હતો. ત્યાર પછી એક દિવસ રેખાનો પતિ ઘરે આવ્યો હતો અને તેણે મીના સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે.

આ મામલે પત્નીએ તપાસ કરતા ખબર પડી હતી કે તેના પતિએ મીના સાથે સાચે જ કોર્ટ મેરેજ કરી લીધા છે. એટલું જ નહીં તેનો પતિ અવારનવાર મિલકતનો ભાગ માંગતા આખરે પત્ની રેખાએ તેના પતિ અને તેની બીજી પત્ની સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આઇપીસી 498-એ, 494, 495 અને 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન