દરોડા/ ગુજરાતના અનેક શહેરમાં IT વિભાગના દરોડા,એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ કંપની પર પણ રેડ

ગુજરાતના અનેક સ્થળોએ આઇટી વિબાગે તવાઇ બોલાવી છે જેના લીધે ઉધોગપતિઓ અને વેપારી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે, આજે વહેલી સવારથી આઇટી વિભાગ દરોડા પાડવામાં સક્રીય થઇ હતી

Top Stories Gujarat
16 3 ગુજરાતના અનેક શહેરમાં IT વિભાગના દરોડા,એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ કંપની પર પણ રેડ
  1. અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
  2. IT દ્વારા અમદાવાદમાં ફરી સપાટો
  3. એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર ITની તવાઇ
  4. ગુજરાતના ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા
  5. એકસાથે 35થી 40 જગ્યાએ IT ત્રાટક્યું
  6. ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં રેડ
  7. હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા
  8. ભાગીદારોને ત્યાં ITની ટુકડી પહોંચી
  9. કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યાં ટીમ પહોંચી
  10. સુરેશ પટેલ, મુકેશ પટેલને ત્યાં ચાલી રહી છે તપાસ
  11. ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાઇ
  12. મોરબીમાં જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ પહોંચી તપાસ
  13. પોલીસના મોટા કાફલા સાથે ITનું ઓપરેશન
  14. ITના 200 અધિકારીઓ તપાસમાં જોડાયા

 

ગુજરાતના અનેક સ્થળોએ આઇટી વિબાગે તવાઇ બોલાવી છે જેના લીધે ઉધોગપતિઓ અને વેપારી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે, આજે વહેલી સવારથી આઇટી વિભાગ દરોડા પાડવામાં સક્રીય થઇ હતી.ગુજરાત રાજ્યના મેગા સીટી અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. લાંબા સમય બાદ અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. જાણિતા એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર ITએ તવાઈ બોલાવી છે,”ટાઇલ્સના ઉધોગપતિને ત્યા દરોડા.ઉલ્લેખનીય છે કે   કે AGL કંપનીના માલિક કમલેશ પટેલ છે, તેમની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી  કંપનીઓમાની એક છે .

કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. રાજ્ય બહાર પણ ITના દરોડા પડ્યા છે. મોરબીમાં જોઈન્ટ વેન્ચર ગ્રુપ પણ આ સપાટામાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં 200 અધિકારીઓ સામેલ છે. તો બીજી તરફ પોલીસના મોટા કાફલા સાથે ITનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે તપાસના અંતે મોટા પ્રમાણમાં બે નામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓપણ સેવાઈ રહી છે.

ITના અધિકારીઓઓ 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં પણ દરોડા પડ્યા છે. તો બીજી તરફ હિંમતનગરમાં આવેલી ફેક્ટરી પર પણ દરોડા પડ્યા છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના અમદાવાદમાં વસવાટ કરતા તમામ ભાગીદારો પર પણ ઈન્કમટેક્ષની રેડ પડી છે.