Not Set/ રાજકોટમાં આંશિક રાહત વચ્ચે ભયનો માહોલ : 24 કલાકમાં 62 મોત જ્યારે બપોર સુધીમાં 172 કેસ

રાજકોટમાં ગઇકાલે મોતનો આંકડો 76 હતો તેમાં ઘટાડો થતા આજે 24 કલાકમાં 62 દર્દીઓના મોત થયા હોવાનું નોંધાયું છે.રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 62 દર્દીના મોત થયા છે.જેના પગલે

Top Stories Gujarat Rajkot
corona rjt 5 may રાજકોટમાં આંશિક રાહત વચ્ચે ભયનો માહોલ : 24 કલાકમાં 62 મોત જ્યારે બપોર સુધીમાં 172 કેસ

રાજકોટમાં ગઇકાલે મોતનો આંકડો 76 હતો તેમાં ઘટાડો થતા આજે 24 કલાકમાં 62 દર્દીઓના મોત થયા હોવાનું નોંધાયું છે.રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 62 દર્દીના મોત થયા છે.જેના પગલે આંશિક રાહત જોવા મળી છે પરંતુ હજુ પણ કોરોનાનો ભય રાજકોટવાસીઓ પર મંડરાઇ રહ્યો છે,આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનો માહોલ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 35693 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3738 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 498 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં નવા 172 કેસ નોંધાયા છે.

rjt new case 1 may 1 રાજકોટમાં આંશિક રાહત વચ્ચે ભયનો માહોલ : 24 કલાકમાં 62 મોત જ્યારે બપોર સુધીમાં 172 કેસ

તા. 04/05/2021 ના કુલ ટેસ્ટ :- 7243
કુલ પોઝિટિવ :- 593
પોઝિટીવ રેઈટ :- 8.19 %
કુલ ડીસ્ચાર્જ :- 498

 આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 172
કુલ પોઝિટિવ કેસ :- 35693
કુલ ડિસ્ચાર્જ : 31562
રિકવરી રેઈટ : 88.85 %
કુલ ટેસ્ટ :- 1024629
પોઝિટિવિટી રેઈટ :- 3.47 %

રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6682 લોકોએ કોરોના વેક્સિન લીધી

18 plus vaccination 1 રાજકોટમાં આંશિક રાહત વચ્ચે ભયનો માહોલ : 24 કલાકમાં 62 મોત જ્યારે બપોર સુધીમાં 172 કેસ

રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3550 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3132 સહિત કુલ 6682 નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 45690 

Gujarat sees record 9,541 COVID-19 cases; 97 deaths also single-day peak- The New Indian Express

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. મંગળવારે નવા 726 કેસ આવ્યા હતા જેમાં શહેરના 593, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 133 હતા. રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 45690 થઈ છે. જેમાં એક્ટિવ કેસ 4687 છે. રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ઘણી કાબૂમાં આવી રહી છે અને હોસ્પિટલમાં પણ હવે કતારો ઘટી રહી છે તેવામાં અચાનક ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પણ જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત આ મામલે સાવ ઉદાસીન હોવાથી 15 લાખથી વધુની વસ્તી હોવા છતાં 2500થી 3500 ટેસ્ટ થઈ રહ્યા છે. આ કારણે એવા ઘણા કેસ છે જે હજુ સામે પણ આવ્યા નથી.

સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની જરૂરીયાત

Why You Should Organise A Blood Donation Drive For Your Organiation - The safety, wellbeing & rehab experts

રાજકોટની સિવિલ હોસ્પિટલ,બાળકોની હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ,થેલેસેમિયા પીડિત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે.હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની જરૂરિયાત છે.18 થી 45 વર્ષની વય જુથનાં લોકો,રસી મુકાવ્યા પૂર્વે અચૂક રક્તદાન કરે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક,નવી ઓપીડી બિલ્ડીંગ,રાજકોટ ખાતે સવારે 9 થી સાંજનાં 8 સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી છે.સંસ્થાઓ,સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલિક રક્તદાન કૅમ્પ નું પણ આયોજન કરે તો બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રક્તદાન સ્વીકારવા આવશે,નાનો કેમ્પ હશે તો પણ થઈ શકશે.વિશેષ માહિતી : 9898613267

એક મહિનામાં 342 બાળકોએ કોરોનાને હરાવ્યો

Rajkot: Amid Covid spread, five kids get new lease of life from disorder | Rajkot News - Times of India

રાજકોટમાં લીવર, કિડની અને ફેફસાંની બીમારીથી પીડાતા 342 બાળકોએ એક મહિનામાં રમતા-રમતા કોરોનાને હરાવ્યો છે. કોરોના ની સાથે બાળકોમાં ઘણી એવી બીમારીઓ જોવા મળે છે જેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ અને કઠિન હોય છે ત્યારે કોરોના કાળમાં ચાર બાળકોના કેસ એવા છે, કે જે સૌથી વધુ ક્રિટિકલ હતા. પરંતુ સમયસૂચકતા ના પગલે અને યોગ્ય સારવાર આપવામાં આવતા તેઓ ફરીથી સામાન્ય જીંદગી જીવી રહ્યા છે. આ બાળકો પાસેથી આપણને જીતની પ્રેરણા મળે છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ 12 મે સુધી બંધ

APMC Rajkot

વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકારે ગત સાંજે પ્રસિધ્ધ કરેલા જાહેરનામા અનુસાર તમામ પ્રતિબંધો આગામી તા.12 મે સુધી લંબાવતા હવે રાજ્યભરના માર્કેટ યાર્ડ આગામી તા.12 મે સુધી બધં રહેશે. જો કે, રાજકોટ માર્કેટ યાર્ડ દ્રારો તો અનિચ્છિત મુદત સુધીનું બધં જાહેર કરાયું છે. અલબત શાકભાજી વિભાગમાં શાકભાજી અને ફળફળાદિની હરાજી સહિતના કામકાજ આ સમયગાળામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.

majboor str 3 રાજકોટમાં આંશિક રાહત વચ્ચે ભયનો માહોલ : 24 કલાકમાં 62 મોત જ્યારે બપોર સુધીમાં 172 કેસ