Not Set/ ભારત-રશિયા વચ્ચે થયા 15 MOU, મોદી મે’2020માં ફરી જશે રશિયાનાં પ્રવાસે

PM મોદી રશિયાના બે દિવસીય ઐતિહાસિક પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. PM મંગળવારે મોડી રાતે વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ 15 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મોદી રશિયાના પૂર્વ હિસ્સાની મુલાકાત કરનાર […]

Top Stories India
739884 4pti pti1042018000163b 1 ભારત-રશિયા વચ્ચે થયા 15 MOU, મોદી મે'2020માં ફરી જશે રશિયાનાં પ્રવાસે

PM મોદી રશિયાના બે દિવસીય ઐતિહાસિક પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. PM મંગળવારે મોડી રાતે વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ 15 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

મોદી રશિયાના પૂર્વ હિસ્સાની મુલાકાત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના જે વ્લાદિવોસ્તક શહેરમાં પહોંચ્યા છે, તે રશિયાના પૂર્વ હિસ્સાનું એક શહેર છે. પીએમ મોદી એ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, જે રશિયાના આ ભાગના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન મોદી અહીં 20માં ભારત-રશિયાના વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે, ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે. પીએમ મોદીનો આ પ્રવાસ માત્ર 36 કલાક માટે છે.

PM મોદી મે મહિનામાં ફરી લેેશે રશિયાની મુલાકાત, પુતિનનું આમંત્રણ કર્યું સ્વીકાર

PM મોદી દ્વારા અગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-2માં રશિયાની જીતને 75 વર્ષ પુર થયા તેની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ભારત અને PM મોદી દ્વારા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં અમંત્રણનો સ્વાકાર કરવામાં આવ્યાની જાણ ભારતીય વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવી અને PM આગામી સમયે ફરી રશિયાની મુલાકાત લેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

PM મોદીએ પુતિનને એન્યુઅલ સમિટિમાં ભારત આવવા આમંત્રણ આપ્યું

મોદીએ પણ પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન પુતિનને અગામી વર્ષે એન્યુઅલ સમિટિમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું હતું કે ડિફેન્સ, વેપાર અને પરમાણુ ક્ષેત્રમાં ઘણા કરાર થયા છે. તેમણે કહ્યું કે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક જળમાર્ગ પર પણ સહમતી થઈ છે.

આ મહત્વનાં મુદ્દાઓ રહેશે ચર્ચાનાં કેન્દ્રીય સ્થાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં ન્યુક્લિયર કોર્પોરેશન પર મુખ્ય ફોકસ રહેશે. આ સિવાય મિલિટ્રી ટેક્નિકલને જોતા ઘણા અન્ય કરાર પણ થાય તેવી શકયતા છે. આ બેઠકમાં 2025 સુધીમાં ભારત અને રશિયાની વચ્ચે વ્યાપારિક સંબધો મજબૂત થવા પર પણ ચર્ચા થઈ શકે છે. તેમાં કઈ રીતે વ્યાપારને 30 બિલિયન ડોલર સુધી પહોંચાડી શકાય તે બાબતે પણ ચર્ચા થશે.

આ કારણોથી ખાસ છે ભારત માટે રશિયાનો રાજદ્વારી સંબધ 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિશ્વભરમાં ચર્ચા થઈ હતી, આ મુદ્દાને વિશ્વ સમક્ષ ઉઠાવવા માટે પાકિસ્તાન તરફથી ઘણીવાર કોશિશ કરવામાં આવી હતી, આ સંજોગોમાં જયારે ચીનના કહેવાના કારણે મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો તો ત્યાં રશિયા જ હતું જેણે ભારતના પક્ષમાં વોટ આપ્યો અને આ મુદ્દાને ભારતની આંતરિક બાબત ગણાવી. આ સિવાયની પણ કેટલીક ઘટનાઓ છે, જેમાં રશિયાએ ભારતને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય.

View image on Twitter

15 MOU પર બનેં દેશોએ કર્યા હસ્તાક્ષર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં કુલ 15 કરાર થયા છે. તેમાં જમીન, સ્પેસ, એનર્જી, ડિફેન્સ સહિત ઘણા ક્ષેત્રો સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું સંયુક્ત નિવેદનનાં માધ્મયથી

PM મોદીએ કહ્યું કે આજે ભારત-રશિયાની વચ્ચે 20મી સમિટ છે, જયારે પ્રથમ સમિટ થઈ હતી ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અટલ બિહારી બાજપેયીની સાથે આવ્યો હતો. ત્યારે પણ વ્લાદિમીર પુતિન અહીંના રાષ્ટ્રપતિ હતા. અમારી કોશિશ બંને દેશો વચ્ચેના સંબધોને નવી ઉંચાઈ પર લઈ જવાની છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં રશિયાના સહયોગથી ન્યુક્લિયર પ્લાન્ટ બની રહ્યો છે, અમારા સંબધોને અમે રાજધાનીઓની બહાર પહોંચાડી રહ્યાં છે. હું લાંબા સમય સુધી ગુજરતનો સીએમ રહ્યો છું. અને પુતિન પણ રશિયાના ક્ષેત્રને જાણે છે. થોડા દિવસો પહેલા જ ભારતનું એક પ્રતિનિધિમંડળ અહીં આવ્યું હતું અને ડીલ અંગે વાતચીત કરી હતી. પીએમ બોલ્યા કે ભારત-રશિયા ડિફેન્સ, કૃષિ, ટુરિઝમ, ટ્રેડમાં આગળ વધી રહ્યાં છે. સ્પેસમાં અમારો સહયોગ સતત આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવા અફધાનિસ્તાનને જોવા માંગે છે કે જે સ્વતંત્ર, શાંત અને લોકતાંત્રિક હોય. અમે બંને દેશો કોઈ દેશના આંતરિક મામલામાં દખલગીરી કરવાના વિરોધમાં છીએ. અગામી વર્ષે ભારત-રશિયા મળીને ટાઈગર કન્વર્ઝેશન પર મોટું ફોરમ કરવા સહમત થયા છે.

રશિયાના રાષ્ટ્રપતિએ આવું જણાવ્યું ભારતની સાથેના સંબધો વિશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અમારા માટે ખુશીની વાત છે કે આજે ભારતના PM રશિયાના પ્રવાસે આવ્યા છે. બંને દેશો વચ્ચે વર્ષોથી ખૂબ જ સારા સંબધો છે. અમે સતત અમારી દોસ્તીને મજબૂત બનાવી રહ્યાં છીએ. અમે સતત સંપર્કમાં રહીએ છીએ અને બંને દેશો વચ્ચે સતત ઘણી બેઠકો થઈ રહી છે. આ પહેલા ઓસાકામાં થઈ હતી. બંને દેશોના નેતાઓએ ખૂબ જ સારી રીતે વાતચીત કરી રહ્યાં છે. પુતિને કહ્યું કે અગાઉની બેઠકમાં જે અમે નિર્ણયો કર્યા હતા, તેની સમીક્ષ અમે આજે કરી હતી. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિક્તા રોકાણ અને વેપાર છે. બંનેના વેપારમાં 17 ટકાનો વધારો થયો છે. મને વિશ્વાસ છે કે બંને દેશો બીજી ઘણી બાબતે આગળ વધશે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સુરક્ષા, વ્યાપાર અને ઉર્જામાં કરાર થયા છે. પુતિને કહ્યું કે અમે ભારતની કંપનીઓનું રશિયામાં સ્વાગત કરવા માંગીએ છીએ. ભારત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને ખૂબ જ સારા સંબધો છે. અમે ભારતમાં મિસાઈલ સિસ્ટમ અને રાયફલ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે આમ બંને દેશોનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વિશ્વના ઘણા મંચો પર ભારત અને રશિયા એક સાથે છે. અમે ભારતને સૌૈથી આધુનિક હથિયાર આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.