Not Set/ મુંબઇમાં ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાતા 8 ટ્રેન રદ કરવામાં આવી

મુંબઇમાં ભારે વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ પણ મુબંઇમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે ભારતીય રેલવે દ્વારા વરસાદનાં કારણે 8 ટ્રેન રદ કરવામાં આવી છે. આપને જણવી દઇએ કે હાલ પણ મુંબઇ -અમદવાદ વચ્ચે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. મુંબઇમાં ભારે બુધવારે ભારે વરસાદને કારણે વેસ્ટર્ન રેલવે  દ્રારા 8 ટ્રેનને […]

Top Stories India
train wateer logged મુંબઇમાં ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાતા 8 ટ્રેન રદ કરવામાં આવી

મુંબઇમાં ભારે વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ પણ મુબંઇમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે ભારતીય રેલવે દ્વારા વરસાદનાં કારણે 8 ટ્રેન રદ કરવામાં આવી છે. આપને જણવી દઇએ કે હાલ પણ મુંબઇ -અમદવાદ વચ્ચે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.

મુંબઇમાં ભારે બુધવારે ભારે વરસાદને કારણે વેસ્ટર્ન રેલવે  દ્રારા 8 ટ્રેનને રદ કરવામાં આવી છે, 1 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને 3 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. મુંબઇ-અમદવાદ વચ્ચે મોટાભાગની ટ્રેન 1થી 2 કલાક જેટલી મોડી ચાલી રહી છે.

સવારથી અવિરત વરસાદ શરૂ હોવાથી મુંબઇનાં અનેક રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેને કારણે વેસ્ટર્ન રેલેવે દ્રારા 4 સપ્ટેમ્બરની લાંબા અંતરની 8 ટ્રેન રદ કરવામાં આવી છે. આ રદ કરવામાં આવેલી 8 ટ્રેનોની સુચી આ પ્રમાણે છે.

બાંદ્રાથી હરીદ્રાર જતી હરિદ્રાર એક્સપ્રેસ

બાંદ્રાથી સરાઇ રોહીલા ,

બાંદ્રા- દિલ્હી ગરીબરથ,

પુના- જયપુર એક્સપ્રેસ,

પુના- ઇંદોર એક્સપ્રેસ,

અમદાવાદ- બોરીવલી પેસેન્જર,

બાંદ્રા-બિકાનેર  રાણકપુર એકસપ્રેસ 

7 સપ્ટેમ્બરની જયપુર- પુના એકસપ્રેસ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.