Gujrat/ દ્વારકાના ભાણવડમાં તબીબોની ગેરહાજરીથી દર્દીઓ મૂકાયા મુશ્કેલીમાં

ગુજરાત : દેવભૂમિ દ્વારકાના ભાણાવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની વધુ પડતી ગેરહાજરી જોવા મળી. આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સંખ્યામાં તબીબો ના હોવાથી દર્દીઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 04T145824.010 દ્વારકાના ભાણવડમાં તબીબોની ગેરહાજરીથી દર્દીઓ મૂકાયા મુશ્કેલીમાં

ગુજરાત : દેવભૂમિ દ્વારકાના ભાણાવડમાં દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની વધુ પડતી ગેરહાજરી જોવા મળી. આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સંખ્યામાં તબીબો ના હોવાથી દર્દીઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. ભાણાવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર છે પરંતુ લોકોનો ઉપચાર કરનાર કોઈ તબીબ હાજર નથી. ડોક્ટરની ગેરહાજરથી દર્દીઓ રઝળી પડ્યા છે.

ભાણાવડના સ્થાનિકો અત્યારે સામાન્યથી લઈને મોટી સ્વાસ્થ્ય તકલીફના ઉપચાર માટે બહુ દૂર જતા હોય છે. ભાણવાડમાં નજીવા દરે બીમાર દર્દીને સારવાર આપવાને લઈને એક સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. આ આરોગ્ય કેન્દ્રમાં સરકારી નિયમાનુસાર અવશ્ય તબીબ હોવા જોઈએ. પરંતુ આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે 70થી વધુ દર્દીઓ રઝળી પડ્યા છે.  સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓ રઝળ્યા છે.

વહેલી સવારથી દર્દીઓ ડોક્ટર આવશે તેની રાહ જોઈ રહ્યા છે.  આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિમાટે આવેલી મહિલાઓ અને બીમાર વૃદ્ધો પણ પીડાતા નજરે પડી રહ્યા છે. તબીબો વીના 70થી વધુ દર્દીઓ ઉપચાર અને બીમારીની સમસ્યાને લઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે. ભાણાવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર વિના દર્દીઓની સ્થિતિ બહુ દયનીય જોવા મળી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Anatn-Radhika Pre-Wedding Function/જરદોશી વર્કની ચાંદીની સાડી અને હીરાના Necklessમાં નીતા અંબાણીનો ‘જાજરમાન’ Look

આ પણ વાંચોઃ