Not Set/ ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારા કોરોના સામે હાર્યા જંગ, ચેન્નાઇમાં લીધા અંતિમ શ્વાસ

ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું કોરોના સંક્રમણના લીધે નિધન થયું છે. અનિલ જોષીયારા  69 વર્ષના હતા. તેઓની સારવાર ચેન્નાઇમાં ચાલી રહી હતી.

Top Stories Gujarat Others
અનિલ જોષીયારા
  • કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન
  • કોરોના સંક્રમણને પગલે જોષીયારાનું નિધન
  • ચેન્નઇમાં બપોરે એક કલાકે થયું નિધન
  • ભિલોડાના કોંગ્રેસી ધારાસભ્ય હતા જોષીયારા
  • 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું કોરોના સંક્રમણના લીધે નિધન થયું છે. અનિલ જોષીયારા  69 વર્ષના હતા. તેઓની સારવાર ચેન્નાઇમાં ચાલી રહી હતી. આજે બપોરે એક કલાકે તેમણે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આપને જણાવી દઈએ કે,ડો. અનિલ જોષીયારા કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવાયાં હતા. જ્યાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : મહુવામાં પાકની રક્ષા બની જીવલેણ, વીજ કરંટ ખેડૂતનું કમકમાટીભર્યું મોત

આ પણ વાંચો :હોળી ધૂળેટીને લઈને મહત્વનો નિર્ણય, અમદાવાદની આ ક્લબોમાં આ વર્ષે પણ નહીં થાય ઉજવણી

આ પણ વાંચો :હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

આ પણ વાંચો :ગીરના બાબરીયા ગામે કામ કર્યા વગર સ્મશાનની દિવાલ બની ગયાનું રૂ. ૧.૮૩ લાખનું બિલ પાસ થઇ ગયું