Nafesingh Rathi Murder/ નફેસિંહ રાઠીના હત્યા કેસમાં મોટી કાર્યવાહી, દિલ્હી અને હરિયાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, ગોવામાંથી 2 શાર્પશૂટરની કરી ધરપકડ

હરિયાણાના નફે સિંહ રાઠી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે . પોલીસે ગોવામાંથી 2 શાર્પ શૂટરોની ધરપકડ કરી છે. ન

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 04T100546.112 નફેસિંહ રાઠીના હત્યા કેસમાં મોટી કાર્યવાહી, દિલ્હી અને હરિયાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, ગોવામાંથી 2 શાર્પશૂટરની કરી ધરપકડ

હરિયાણાના નફે સિંહ રાઠી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે . પોલીસે ગોવામાંથી 2 શાર્પ શૂટરોની ધરપકડ કરી છે. નફેસિંહ રાઠીના હત્યારાને પકડવા દિલ્હી અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને પકડવામાં સફળતા મળી. હાલમાં ઝજ્જર પોલીસ આ સમગ્ર મામલાનો ખુલાસો કરશે. ઝજ્જર એસપીએ ફોન પર ધરપકડની પુષ્ટિ કરી છે. ઈન્ડિયન નેશનલ લોક દળ (આઈએનએલડી) હરિયાણા એકમના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યા કેસમાં ગોવામાંથી ધરપકડ કરવામાં આવેલ બે શૂટર્સની ઓળખ કરવામાં આવી છે. તેમના નામ સૌરભ અને આશિષ તરીકે હોવાનું જાણવા મળ્યું.

ગોવામાંથી ઝડપ્યા 2 શાર્પ શૂટર્સ

હરિયાણા પોલીસ નફે સિંહ મર્ડર કેસમાં કુલ 4 શૂટરોને શોધી રહી છે. જો કે હાલમાં ગોવામાંથી પકડાયેલ બે શાર્પ શૂટર્સને ઝડપી લેવામાં આવ્યા છે. આ શાર્પ શૂટર્સની લિંક કપિલ સાંગવાન ગેંગ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું. બહાદુરગઢ પોલીસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશન બાદ બંનેને પકડવામાં આવ્યા હતા. નફેસિંહ રાઠી હત્યા કેસના તમામ શૂટરો કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ હોવાનું કહેવાય છે, જ્યારે કપિલ સાંગવાન હાલમાં બ્રિટનના લંડન શહેરમાં છે. જો કે આ પહેલા ચારેય શૂટરો વિદેશ ભાગી જશે તેવી આશંકા હતી. આરોપીઓ સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી અને હત્યામાં સામેલ કેટલાક વધુ લોકો સામે એલઓસી પણ જારી કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓની તસવીરો કરી જાહેર

નફેસિંહ મર્ડર કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની તસવીરો જાહેર કરી છે અને તેમના પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. બાકીના આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી.પોલીસે દરેક આરોપી પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. પોલીસે કહ્યું હતું કે જે કોઈ ત્રણ ઓળખાયેલા આરોપીઓ (આશિષ, નકુલ સાંગવાન ઉર્ફે દીપક સાંગવાન અને અતુલ) વિશે માહિતી આપશે તેને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

નફે સિંહ રાઠી પર જીવલેણ હુમલો

25 ફેબ્રુઆરી, 2024 ના રોજ, દિલ્હીને અડીને આવેલા હરિયાણાના બહાદુરગઢમાં INLD પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ બહાદુરગઢ ધારાસભ્ય નફે સિંહ રાઠી પર જીવલેણ હુમલો થયો હતો. નફે સિંહની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ નફે સિંહ રાઠીનું મોત થયું હતું. કારમાં આવેલા હુમલાખોરોએ કહ્યું હતું કે તેઓ INLD પ્રદેશ અધ્યક્ષ પર હુમલો કરશે. હત્યા બાદ INLDના પ્રવક્તા રાકેશ સિહાગે કહ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય રાઠી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)માં ક્યાંક જઈ રહ્યા હતા. જિલ્લાના બહાદુરગઢ શહેરમાં અજાણ્યા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો કારમાં આવ્યા હતા.

મુખ્ય સૂત્રધાર પકડવા પ્રયાસ

દિલ્હી અને હરિયાણા પોલીસ અને એટીએફ આરોપીઓને પકડવા માટે જોરશોરથી કામ કરી રહી છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે ગુવાહાટી, ગોરખપુર અને વારાણસીમાં આરોપીઓને પકડવા માટે સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે, ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં આવશે. પોલીસે આરોપીઓને પકડી નફેસિંહ રાઠી હત્યાના મુખ્ય સૂત્રધારને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ