uttarpradesh/ વાયર જોડતા જ અચાનક ધડાકો, યોગી સરકારના મંત્રીઓ અને અધિકારીઓનો આબાદ બચાવ

લાઇનમેને મશીન ચાલુ કરવા માટે વાયર જોડતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં લાઇનમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાઇનમેનને ઇજા થતાં જ મંત્રી ડો.અરૂણ કુમાર પોતે આગળ આવ્યા…

Top Stories India
Bareilly Blast News

Bareilly Blast News: ઉત્તર પ્રદેશના વન મંત્રી ડો. અરુણ કુમાર આજે થયેલા એક વિસ્ફોટમાં બચી ગયા હતા. આ ઘટના બરેલી શહેરમાં બની હતી. મંત્રી ડો. અરુણ કુમાર ભૂગર્ભ વીજ લાઈનમાં ખામી શોધવા માટે સ્માર્ટ સિટી દ્વારા પૂરા પાડવામાં આવેલ સાધનોનું ડેમો કરવા માટે મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લેવા બરેલી આવ્યા હતા.

લાઇનમેને મશીન ચાલુ કરવા માટે વાયર જોડતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં લાઇનમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાઇનમેનને ઇજા થતાં જ મંત્રી ડો.અરૂણ કુમાર પોતે આગળ આવ્યા અને લાઇનમેનને હોસ્પિટલ મોકલી આપ્યો. લાઇનમેનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કમિશનર સૌમ્યા અગ્રવાલ, ડીએમ શિવકાંત દિવેદી, મ્યુનિસિપલ કમિશનર નિશિગુપ્ત વત્સ, ચીફ એન્જિનિયર પાવર કોર્પોરેશનની હાજરીમાં આ અકસ્માત થયો હતો. બ્લાસ્ટ થતાં જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. મંત્રી ડૉ. અરુણ કુમાર પોતે ઘાયલ લાઇનમેનની મદદ માટે આગળ આવ્યા અને ઘાયલને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક છે.

अचानक हुए ब्लास्ट में मंत्री और अफसर बाल-बाल बचे

આ મામલે DM શિવકાંત દિવેદીએ કહ્યું કે, માનનીય મંત્રી એક મશીનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા, અમે પણ કમિશનર સાથે ગયા હતા, કમનસીબે મશીન ચાલુ થતાની સાથે જ નાનો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટને કારણે એક કર્મચારી પડી ગયો, પરંતુ તે હવે સુરક્ષિત છે, તે મંત્રીનો સાથી હતો..તેને પણ થોડો આંચકો લાગ્યો છે. દુર્ઘટના પાછળનું કારણ જણાવતા DM શિવકાંત દિવેદીએ કહ્યું કે, ‘અર્થિંગ થયું છે, તેથી જ આવું થયું છે, છતાં અમે તપાસના આદેશ આપ્યા છે, કોઈપણ VIPને બોલાવતા પહેલા ટ્રાયલ કરાવવું જોઈતું હતું, તો આ ઘટના બની ન હોત.

આ પણ વાંચો: Big B Pain/ અમિતાબ બચ્ચનને અડધી રાત્રે દુઃખાવો ઉપડ્યોઃ ડોક્ટરને બોલાવવા પડ્યા

આ પણ વાંચો: Gujarat/ કમોસમી વરસાદે વિનાશ વેર્યો, ભૂપેન્દ્ર પટેલે કરી પાકના નુકસાનની સમીક્ષા

આ પણ વાંચો: Stock Market/ બજારમાં અવિરત ઘટાડો જારી, સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 17,000ની નીચે