Not Set/ રાજીનામાં બાદ બોલ્યા શિવરાજ : 10 દિવસમાં ખેડૂતોનું કર્જ માફ કરે કોંગ્રેસ, હું કરીશ ચોકીદારી

મધ્ય પ્રદેશમાં આખરે શિવરાજ સિંહ ચૌહાણે હાર સ્વીકાર કરી લીધી છે. બુધવારે સવારે શિવરાજ મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે, જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો નથી. શિવરાજે આગળ જણાવ્યું કે, અમે ફેંસલો લીધો છે કે, બહુમત ન મળવાના કારણે અમે સરકાર બનવાનો દાવો નહિ કરીએ. હું રાજીનામુ આપવા માટે મહામહિમ રાજ્યપાલ પાસે જઈ રહ્યો છે. આટલું કહ્યા બાદ શિવરાજ […]

Top Stories India
રાજીનામાં બાદ બોલ્યા શિવરાજ : 10 દિવસમાં ખેડૂતોનું કર્જ માફ કરે કોંગ્રેસ, હું કરીશ ચોકીદારી

મધ્ય પ્રદેશમાં આખરે શિવરાજ સિંહ ચૌહાણે હાર સ્વીકાર કરી લીધી છે. બુધવારે સવારે શિવરાજ મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે, જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો નથી.

શિવરાજે આગળ જણાવ્યું કે, અમે ફેંસલો લીધો છે કે, બહુમત ન મળવાના કારણે અમે સરકાર બનવાનો દાવો નહિ કરીએ. હું રાજીનામુ આપવા માટે મહામહિમ રાજ્યપાલ પાસે જઈ રહ્યો છે. આટલું કહ્યા બાદ શિવરાજ તરત જ રાજભવન થવા રવાના થયા હતા.

રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજે કહ્યું કે, રાજીનામુ આપીને આવ્યો છું. પરાજય ની જવાબદારી ફક્ત મારી છે, કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કર્યો છે.

શિવરાજસિંહ ચૌહાણે સત્તા સાંભળવા જઈ રહેલી કોંગ્રેસને ચૂંટણી દરમિયાન તેમના દ્વારા અપાયેલા વચનો યાદ કરાવ્યા, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 10 દિવસમાં ખેડૂતોનું કર્જ માફ ન થયું તો અમે મુખ્યમંત્રી બદલી નાખીશું. શિવરાજે કહ્યું કે, કોંગ્રેસ એનું વચન નિભાવે. હવે હું ચોકીદારી કરીશ કે તેઓ એમનું વચન નિભાવે છે કે નહિ.