CWG 2022/ ભયંકર અકસ્માતમાં ભોગ બનતા બચ્યો ભારતીય સાયકલિસ્ટ વિશ્વજીત સિંહ, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

રવિવારે બપોરે સાયકલિસ્ટ વિશ્વજીત સિંહ સાથે અકસ્માત થયો હતો, જ્યારે પુરુષોની 15 કિમી સ્ક્રેચ રેસ ચાલી રહી હતી. રેસનો 10મો લેપ ચાલી રહ્યો હતો ત્યારે સાયકલ સવારો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા.

Top Stories Sports
સાયકલિસ્ટ વિશ્વજીત સિંહ

બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો રવિવાર સારો રહ્યો. આ દિવસે ભારતને બે ગોલ્ડ મેડલ પણ મળ્યા હતા. જ્યાં ખુશીનો માહોલ હતો તો બીજી તરફ મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં માત્ર ભારતીય ખેલાડી સામેલ હતો. વાસ્તવમાં, ભારતનો સાયકલિસ્ટ વિશ્વજીત સિંહ આમાંથી બચી ગયો હતો. તે અકસ્માતનો ભોગ બનવાનો હતો. આ અકસ્માતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

રવિવારે બપોરે સાયકલિસ્ટ વિશ્વજીત સિંહ સાથે અકસ્માત થયો હતો, જ્યારે પુરુષોની 15 કિમી સ્ક્રેચ રેસ ચાલી રહી હતી. રેસનો 10મો લેપ ચાલી રહ્યો હતો ત્યારે સાયકલ સવારો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. આ રેસ લંડનના લી વેલી વેલો પાર્કમાં ચાલી રહી હતી. આ અકસ્માતમાં આઠ સાયકલ સવારો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ઈંગ્લેન્ડનો ઓલિમ્પિક ચેમ્પિયન મેટ વોલ્સ પણ સામેલ હતો, તેને તો ટાંકા આવ્યા છે. જ્યારે કેનેડાના મેટ બોસ્ટોક અને ડેરેક જીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, આ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

એટલું જ નહીં, સાયકલ સવાર ઉપરાંત કેટલાક દર્શકો પણ ઘાયલ થયા છે. જે બાદ તેને વ્હીલચેરમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના કોચ દયાલરામ જાટે આ વાત જણાવી. આ ઘટના વિશે વાત કરતાં તેમણે વિશ્વજીત વિશે કહ્યું કે તે ઈજાગ્રસ્ત ખેલાડીઓની પાછળ હતો, પરંતુ નિર્ણાયક સમયે તેણે પોતાના મનનો ઉપયોગ કરીને બ્રેક લગાવી દીધી.

વિશ્વજીતે પ્રથમ વખત આ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઈનલ 60 લેપ્સની હતી. સિંહ મજબૂત રીતે આગળ હતા, પરંતુ પછી છેલ્લા લેપમાં પાછળ પડી ગયા. તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો, જેના કારણે તેના પર ‘ડિડ નોટ ફિનિશ’નું ટેગ ચોંટાડવામાં આવ્યું હતું. કોચે તેના વિશે કહ્યું, “પરંતુ એકંદરે હું ખુશ છું કે વિશ્વજીત આ દર્દનાક અકસ્માતનો શિકાર નથી બન્યો અને ફાઇનલમાં પહોંચ્યો.”

આ પણ વાંચો: જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 10 લોકોના મોત, વધી શકે છે મૃત્યુઆંક

આ પણ વાંચો:ભારતીય મહિલા ટીમની લૉન બૉલ્સ સેમિફાઇનલમાં જીત, હવે ગોલ્ડ માટે સ્પર્ધા

આ પણ વાંચો:ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- સંજય રાઉત પર ગર્વ, મારવાનું મંજુર, પણ આશ્રયમાં નહીં લવ…