Not Set/ સ્ટેટ બેંકે વિજય માલ્યા પાસેથી 963 કરોડ રૂપિયા વસુલ કર્યા

મુંબઇ બેંકોના 9,000 કરોડ રૂપિયાનું ચીટીંગ કરીને વિદેશ ભાગી ગયેલાં વિજય માલ્યા  પર હવે બેંકોએ સંકજો કસ્યો છે. જો કે વિજય માલ્યા ફરાર થયાના ઘણાં દિવસો પછી બેંક એની પ્રોપર્ટીની હરાજી કરીને રકમ વસુલી કરી શકી છે. શુક્રવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એમડી અરિજિત બસુએ આ માહિતી આપી હતી.અરિજિતે વધુ જણાવ્યું કે વિજય માલ્યાની 963 કરોડ […]

Top Stories
mahiu 3 સ્ટેટ બેંકે વિજય માલ્યા પાસેથી 963 કરોડ રૂપિયા વસુલ કર્યા

મુંબઇ

બેંકોના 9,000 કરોડ રૂપિયાનું ચીટીંગ કરીને વિદેશ ભાગી ગયેલાં વિજય માલ્યા  પર હવે બેંકોએ સંકજો કસ્યો છે. જો કે વિજય માલ્યા ફરાર થયાના ઘણાં દિવસો પછી બેંક એની પ્રોપર્ટીની હરાજી કરીને રકમ વસુલી કરી શકી છે.

શુક્રવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એમડી અરિજિત બસુએ આ માહિતી આપી હતી.અરિજિતે વધુ જણાવ્યું કે વિજય માલ્યાની 963 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને વસુલાત કરવામાં આવી છે.વિજય માલ્યાની જુદી જુદી સંપત્તિને બેંક દ્રારા ટાંચમાં લેવામાં આવી હતી અને તેની હરાજીમાં 963 કરોડ રૂપિયા વસુલ કર્યા છે.

સ્ટેટ બેંકના એમડીના કહેવા પ્રમાણે વિજય માલ્યાની લંડનમાં પણ પૈસાની રીકવરી માટેના પ્રયાસો પૂરી તાકાતથી શરૂ કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈકોર્ટે બ્રિટનના એનફોર્સમેન્ટ ઓફિસરને લંડનની પાસે હર્ટફોર્ડશાયરમાં માલ્યાની પ્રોપર્ટીમાં તલાશી અને જપ્તીની મંજૂરી આપી દીધી છે. હવે એ વાત નક્કી છે કે આ ચુકાદા થી ભારતની બેન્કોને ઘણો ફાયદો થવાનો છે.

અરિજિત બસુ એ વધુમાં જણાવ્યું કે, અમે કોશિશ પૂરી કરી રહ્યા છીએ કે માલ્યાના રૂપિયાની સંપુર્ણ રીકવરી અમે કરી શકીએ. બ્રીટનની કોર્ટના આદેશ બાદ અમારી આશા વધુ મજબુત બની છે. હવે બેંક બ્રિટન ના અધિકારીઓ સાથે મળીને માલ્યાની પ્રોપર્ટી ફ્રીઝ કરી એમાંથી નાણા ઉભા કરવા માટે પ્રયત્નોમાં લાગી જશે.

જો કે અરિજિત બસુએ એ વાત હજુ સ્પષ્ટ કરી નથી કે વિજય માલ્યાની સંપતી માંથી કેટલી રકમ વસુલી શકાય એમ છે.

વિજય માલ્યા પર મની લોન્ડરીંગનો કેસ ચાલી રહ્યો છે.માલ્યાએ ભારતમાં ઇડીના કબજામાં રહેલી પોતાની મિલકતને રીલીઝ કરવા અપીલ કરી હતી જેથી એને વેચીને એ પોતાના દેવામાંથી મુક્ત થઇ શકે પરંતુ ઇડી એ આ અરજી અમાન્ય કરી હતી એ સાથે માલ્યાના મુક્ત થવાના રસ્તા બંધ થઇ ગયા.

દિલ્હીની કોર્ટે 8 મેના રોજ માલ્યાની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે 12 એપ્રિલે માલ્યાના નામે બિન જામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું. મામલાની આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે. બેન્કોનું માનવું છે કે બ્રિટનના આદેશ બાદ એમના સહકારથી તેઓ પોતાના નાણાની વસુલાત કરી શકશે.