New Investments/ અદાણીને લોન બાબતે યુરોપની સૌથી મોટી ફંડ મેનેજર કંપનીએ SBIને આપી આવી ઘમકી

યુરોપના સૌથી મોટા ફંડ મેનેજર આમુંડી એ SBI ને ધમકી આપી છે. અને તે ધમકીની પાછળ ભારતનાં સૌથી મોટા ગણાતા બિઝનેશ ગ્રૃપમાંનાં એક એવા ગુજરાતી બિઝનેસ ઘરાણા

Top Stories Business
amudi અદાણીને લોન બાબતે યુરોપની સૌથી મોટી ફંડ મેનેજર કંપનીએ SBIને આપી આવી ઘમકી

યુરોપના સૌથી મોટા ફંડ મેનેજર આમુંડી એ SBI ને ધમકી આપી છે. અને તે ધમકીની પાછળ ભારતનાં સૌથી મોટા ગણાતા બિઝનેશ ગ્રૃપમાંનાં એક એવા ગુજરાતી બિઝનેસ ઘરાણા અદાણીનુ નામ આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે SBIને ધમકી આપનાર આમુંડી એસબીઆઈના મુખ્ય રોકાણકારો પૈકી એક છે અને આમુંડી ગ્લોબલ ટોપ 10 રોકાણકારોમાં પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આમુંડી 1650 અબજ યુરોની એસેટનું મેનેજમેન્ટ કરે છે. અને SBIને ધમકી આપતા કહ્યું છે કે, જો બેંકે અદાણી ગ્રુપને લોન આપી તો તે SBIનાં ગ્રીન બોન્ડને વેચી દેશે.

Amundi updates investors on ESG developments – ESG Clarity

#Stock_Market / અજીમ પ્રેમજી, બિલ ગેટ્સ સહિતનાં ફાર્માસ્યુટિકલ શેરોનાં રોકાણ…

માંડીને વાત કરવામાં આવે તો, ફ્રાન્સના ફંડ હાઉસ આમુંડીએ જણાવ્યું છે કે,  ભારતીય સ્ટેટ બેન્ક, જો ઓસ્ટ્રેલિયામાં અદાણીની કાર્મિકેલ કોલસાની ખાણને રૂ.5000 કરોડની લોન આપશે. તો તે(amundi asset management) પોતાની પાસે રહેલા SBI ગ્રીન બોન્ડને વેચી દેશે. આમુંડી એસબીઆઈના મુખ્ય રોકાણકારો પૈકી એક છે. આમુંડી યુરોપનું સૌથી મોટું ફંડ મેનેજર છે અને ગ્લોબલ ટોપ 10માં સામેલ છે. તે 1650 અબજ યુરોની એસેટનું મેનેજમેન્ટ કરે છે.

ટેક્સ ચોરી / કરચોરોએ GST ને ચોપડયો 23194 કરોડનો ચૂનો, ગુજરાતમાં 895.28 કરોડની કરચોરી

આમુંડીના ઇન્સ્ટિટ્યુશનલ કોર્પોરેટ કલાયંટ્સ ડિવિઝન એન્ડ ESGના ડાયરેક્ટર જિન જૈક્યુસ બર્બેરિસે જણાવ્યું હતું કે, એસબીઆઈએ આ પ્રોજેક્ટનું ફાઇનાન્સ ન કરવું જોઈએ. આ બાબતે ફેંસલો લેવાનો અધિકાર તો એસબીઆઈનો જ છે, પરંતુ અમે તે વાતને લઈને એકદમ સ્પષ્ટ છીએ કે, જો તે (SBI) આ લોન અદાણીને આપશે તો અમે તાત્કાલિક ડિસઇન્વેન્ટ કરી દેશું. ગ્રીન બોન્ડથી એકત્ર કરવામાં આવેલ નાણાંથી આ ખાણને લોન આપવી તે એસબીઆઈ માટે વિરોધાભાસી પગલું હશે.

પ્રતિબંધ / સરકારે કેબ કંપનીઓ પર લાદ્યો પ્રતિબંધ,  મહત્તમ ભાડા મર્યાદા નક્કી, એગ્રિગેટર સાથે સંકળાયેલા ડ્રાઇવરને મળશે આટલો હિસ્સો 

આમુંડીના આમુંડી પ્લેનેટ ઇમર્જિંગ ગ્રીન વન ફંડ પાસે એસબીઆઈના ગ્રીન બોન્ડ છે. તેઓએ કહ્યું કે અમે SBIને આ લોન નહીં આપવા અંગે કહ્યું છે, અને હવે અમે તેમના જવાબની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. આમુંડીએ કહ્યું હતું કે, તેને આ અઠવાડિયે માહિતી મળી હતી કે, SBI ઓસ્ટ્રેલિયામાં કાર્મિકેલ થર્મલ કોલ માઇનને લોન આપવા અંગે વિચાર કરી રહી છે.

Amundi Appoints Two Key Asia Roles

આમુંડીએ પોતાના આમુંડી પ્લેનેટ ઇમર્જિંગ ગ્રીન વન ફંડ દ્વારા એસબીઆઈના ગ્રીન બોન્ડ ખરીદ્યા છે. અત્રે નોંધનીય છે કે કાર્બન ઉત્સર્જન સંબંધિત મુદ્દાઓને કારણે કલાયમેટ એક્ટિવિસ્ટ અદાણી કાર્મિકેલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આમુંડીની રોકાણ નીતિમાં રિસ્પોન્સિબલ ઇન્વેસ્ટમેન્ટ સૌથી મહત્વપૂર્ણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…