પ્રતિબંધ / સરકારે કેબ કંપનીઓ પર લાદ્યો પ્રતિબંધ,  મહત્તમ ભાડા મર્યાદા નક્કી, એગ્રિગેટર સાથે સંકળાયેલા ડ્રાઇવરને મળશે આટલો હિસ્સો 

દિલ્હી માં કેબની માંગમાં વધારો થયો છે. તે સાથે ઓલા અને ઉબેર જેવી કેબ કંપનીઓ મન ફાવે તેમ ભાડા વસુલી રહી છે. ત્યારે સરકારે કેબ કંપનીઓની લગામ કસી છે.  હવે આ કંપનીઓ મૂળ ભાડાથી દોઢું ભાડું જ વસુલી શકશે. તેનાથી વધારે ભાડું ભાડું વસુલી નહિ શકે. સરકારનું આ પગલું મહત્વનું બને છે, કેમ કે લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે કેબ સેવાઓ આપતી કંપનીઓના મહત્તમ ભાડા પર લગામ લગાવવામાં આવે.

શુક્રવારે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જારી કરેલા મોટર વ્હીકલ એગ્રીગ્રેટર માર્ગદર્શિકા 2020 મુજબ, “એગ્રિગેટર કંપનીઓને મૂળ ભાડાના 50 ટકા અને મહત્તમ ભાડાના દોઢ  ગણા મહત્તમ ભાડા વસૂલવાની મંજૂરી છે.”

મંત્રાલયે જણાવ્યું હતું કે તે સંસાધનોના ઉપયોગની સુવિધા અને પ્રોત્સાહન આપશે, જે પરિવહન એકત્રીકરણના સિદ્ધાંતનો મુખ્ય છે. આ ગતિશીલ ભાડાના સિદ્ધાંતને માન્ય કરશે, જે માંગ અને પુરવઠા અનુસાર સંસાધનોનો ઉપયોગ સુનિશ્ચિત કરવા સંબંધિત છે.

નવી દિશાનિર્દેશો અનુસાર, દરેક સવારી પર લાગુ ઓછામાં ઓછા 80 ટકા ભાડા એગ્રિગેટર સાથે સંકળાયેલા વાહનના ડ્રાઇવરને ચૂકવવામાં આવશે. બાકીનો ભાગ એગ્રિગેટર કંપનીઓ રાખી શકે છે. મંત્રાલયે કહ્યું કે જે રાજ્યોમાં શહેરી ટેક્સી ભાડું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી ત્યાં ભાડા નિયમન માટે રૂ.  25–30 એ મૂળભૂત ભાડુ તરીકે ગણવામાં આવશે. રાજ્ય સરકારો એગ્રીગેટર દ્વારા ઉમેરવામાં આવેલા અન્ય વાહનોના ભાડા પણ તે જ નક્કી કરી શકે છે.


More Stories


Loading ...

ટૉપ સ્ટોરીઝ


Photo Gallery