Surendranagar News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સગીરાઓ સાથે થતા દુષ્કર્મની ઘટના પ્રકાશમા આવી રહી છે. સતત આવી ઘટનાઓ થતા લોકોમાં ચિંતા સાથે રોષનો માહોલ પણ સર્જાયો છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.રાજ્યાના સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના ઘટી હતી.
સમગ્ર ઘટનામાં ભોગ બનનાર સગીરાના પરિવારજનએ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.મહત્વની વાત એ છે કે થાનગઢમાં આવેલ પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોમાં રોષ વધારે જોવા મળ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને સામૂહિક દુષ્કર્મ આચરનાર તમામ શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન
આ પણ વાંચો: દક્ષિણ અમેરિકાથી ભરૂચમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું
આ પણ વાંચો: બુકિંગની ફેક વેબસાઈટ દ્વારા સસ્તા પેકેજની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય
