Not Set/ PMનું નવા મંત્રીઓને અલ્ટીમેટમ, સમયસર મંત્રાલયમાં પહોંચી જવું

PM મોદીએ કેબિનેટ બેઠકમાં તેના તમામ મંત્રીઓને સમય પર ઓફિસમાં આવવા અને ઘરેથી કામ કરવાનું ટાળવા માટે કહી અને અલ્ટીમેટમ આપી દીધુ છે. લોક પ્રતિનીધીએ લોકો માટે એક ઉદાહરણ પુરુ પાડવું જોઇએ તેવા આગ્રહ સાથે PM દ્રારા પોતાનાં તમામ મંત્રીઓને આ પ્રમાણે કામ કરવા માટે કહી દીધું હોવાની વિગતો સામે આવી રહી છે. બેઠક બાદ સૂત્રોએ […]

Top Stories India
PM મોદીએ કેબિનેટ બેઠકમાં તેના તમામ મંત્રીઓને સમય પર ઓફિસમાં આવવા અને ઘરેથી કામ કરવાનું ટાળવા માટે કહી અને અલ્ટીમેટમ આપી દીધુ છે. લોક પ્રતિનીધીએ લોકો માટે એક ઉદાહરણ પુરુ પાડવું જોઇએ તેવા આગ્રહ સાથે PM દ્રારા પોતાનાં તમામ મંત્રીઓને આ પ્રમાણે કામ કરવા માટે કહી દીધું હોવાની વિગતો સામે આવી રહી છે. બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની નવી કેબિનેટમાં પ્રથમ બેઠકમાં વરિષ્ઠ પ્રધાનોને નવા પ્રધાનો સાથે મંત્રાલયમાં જવા પણ જણાવ્યું હતું. તો સાથે સાથે  રાજ્યકક્ષાનાં પ્રધાનોને મોટી ભૂમિકા આપવા વિશે વાત કરતાં મોદીએ કહ્યું કે કેબિનેટ પ્રધાનોએ તેમની સાથે મહત્વ પૂર્ણ ફાઇલો શેર કરવી જોઈએ. આમ કરવાથી કામ ઝડપી અને સરળતાથી કરી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ PM મોદીએ જણાવ્યું હતું કે કેબિનેટ પ્રધાન અને તેમના સહાયક પ્રધાન એક સાથે બેસી શકે છે અને ફાઇલોનો ઝડપી નિકાલ લાવી શકે છે. સાથે સાથે PMએ મંત્રીઓને સમયસર ઓફિસ પર પહોંચી જવા પર પણ ભાર મુક્યો હતો. તો સાથે સાથે મંત્રીઓને થોડો સમય ઓફિસમાં અધિકારીઓ સાથે પણ પસાર કરવા શીખ આપી હતી. આમ કરવાથી કામ સમજવામાં  ઝડપ થશે તેવું PMનું માનવુ છે.

PMએ જણાવ્યું હતુ કે પ્રધાનોએ કામનાં સમયે ઓફિસમાં આવવું જોઈએ અને ઘરેથી કામ કરવાનું ટાળવું જોઈએ. તે સાથે સાથે ઘરે તેમણે પક્ષના સાંસદો અને લોકોને મળવું જોઈએ.મંત્રીઓ આ પ્રક્રિયાને તેમના સંબંધિત રાજ્યના સાંસદો સાથે બેઠક દ્વારા શરૂ કરી શકે છે. તેમણે એમ પણ ભાર મૂક્યો કે એક મંત્રી અને સંસદ સભ્ય વચ્ચે મોટો તફાવત નથી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ દરેક મંત્રાલયની પાંચ વર્ષની યોજના વિશે પણ વાત કરી હતી. બેઠક દરમિયાન, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સોમવારથી સંસદ સત્રનો મહત્તમ ઉપયોગ કેમ કરવો તે રજૂ કર્યુ હતું. અગાઉના સરકારમાં તોમર સંસદીય બાબતોના પ્રધાન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.