ઈંગ્લેન્ડનો બીજો દાવ 273 રનમાં સમેટાઈ ગયો છે. આ રીતે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 280 રનનો ટાર્ગેટ મળ્યો છે. , આજે 42 ઓવરની રમત રમવાની છે. મતલબ કે મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને લગભગ 40 ઓવરમાં 281 રન બનાવવા પડશે. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં કોઈ બેટ્સમેન લાંબી પારી ખેલી શક્યો નહોતો.
England’s lower-order added crucial runs to set Australia a challenging target in the fourth innings 👏#Ashes | #WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/vHWdWAb3ea
— ICC (@ICC) June 19, 2023
ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને હેરી બ્રુકે 46-46 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે આ સિવાય કેપ્ટન બેન સ્ટોક્સે 43 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોને 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડને 1-1 સફળતા મળી હતી.ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પહેલા જ દિવસે 393/8 પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 386 રન બનાવ્યા હતા અને સ્ટોક્સની ટીમને પ્રથમ ઇનિંગમાં માત્ર 7 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ સ્ટોક્સની ટીમની મુશ્કેલી વધારી દીધી હતી
