સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને જણાવ્યું છે કે તેણે મુંબઇના બાર માલિકો પાસેથી 4.7 કરોડની રોકડ એકઠી કરી હતી અને તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના અંગત મદદનીશને આપી હતી. ઇડીએ શનિવારે આ દાવો કર્યો હતો. એજન્સીએ એવો દાવો પણ કર્યો હતો કે મુંબઈ પોલીસના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) ના પૂર્વ વડા, વાઘેએ બાર માલિકો અને મેનેજરોને કહ્યું હતું કે નાણાં ‘નંબર 1’ અને મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચ અને સામાજિક સેવાઓ શાખા પર જશે.

વાજેએ એજન્સીને જણાવ્યું હતું કે પોલીસ તપાસના અનેક કેસોમાં તેમને તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સીધી સૂચનાઓ મળી રહી છે. ઇડીએ મુંબઈના સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં રિમાન્ડની અરજીમાં આ આરોપો લગાવ્યા હતા અને દેશમુખના સહાયકો, તેમના અંગત સચિવ સંજીવ પલાંદે અને અંગત સહાયક કુંદન શિંદેની કસ્ટડી માંગી હતી. જેમની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 1 જુલાઇ સુધી ઇડી કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ઇડીનો આક્ષેપ છે કે, “વાજેએ જણાવ્યું છે કે તેણે ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2021 ની વચ્ચે ઘણા બાર માલિકો પાસેથી આશરે 4.7 કરોડ એકત્રિત કર્યા હતા અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બે હપ્તામાં અનિલ દેશમુખની સૂચનાથી તેમના પી.એ.કુંદન સંભાજી શિંદેને ટ્રાન્સફર કર્યા હતા.”
