Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની 20 ગ્રામ પંચાયતના સરપંચ પદના વિજેતા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. માણસા તાલુકામાં 34 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. માણસા એસ ડી આર્ટસ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સરપંચ તથા વોર્ડના સભ્યો વિજેતા બનતા સમર્થકોએ ફૂલ હાર પહેરાવી આવકાર્યા હતા.શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરાઈ હતી. અત્રે માણસા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં 73 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. માણસા કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. પોતાના જીતેલા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગાંધીનગર જિલ્લા માણસા તાલુકાના વિજેતા સરપંચોની યાદી
માણસા
અમરપુરા ,વિજેતા સરપંચપરિમલસિંહ રમેશકુમાર રાઠોડ
અલવા ,વિજેતા સરપંચ રાઠોડ ઉર્વશી દેવી રોહિતસિંહ
કુવાદરા, વિજેતા સરપંચ વિક્રમસિંહ મોહનસિંહ મકવાણા
ખંભાત, વિજેતા સરપંચ સીતાબેન બાબુજી રાઠોડ
ખાટાં આબા, વિજેતા સરપંચ શંકરલાલ દર્શનભાઈ ચૌધરી
વાગોસણા, વિજેતા સરપંચ ટ્વિંકલબેન મુકેશભાઈ પટેલ
ધેધૂ, વિજેતા સરપંચ સુરેશજી બાદરજી ઠાકોર
નાદરી, વિજેતા સરપંચ હાર્દિકભાઈ કચરાભાઈ બારોટ
પડુસમા, વિજેતા સરપંચ કિરીટ કુમાર અમૃતભાઈ પટેલ
પાટણપુરા, વિજેતા સરપંચ પટેલ સંજય કુમાર સેધાભાઈ
પ્રતાપ નગર, વિજેતા સરપંચ ચાવડા જીતેન્દ્રસિંહ
બદપુરા, વિજેતા સરપંચ પિન્કીબેન અશોકભાઈ ચૌધરી
બાલવા, વિજેતા સરપંચ મીનાક્ષીબેન સંજય કુમાર ચૌધરી
બોરુ, વિજેતા સરપંચ મિતલબેન સંજય સિંહ ગોહિલ
રંગપુર, વિજેતા સરપંચ ચાવડા હરપાલસિંહ વિજયસિંહ
લાકરોડા, વિજેતા સરપંચ ભરતસિંહ વનરાજસિંહ મકવાણા
ચરાડા, વિજેતા સરપંચ રમીલાબેન લવજીભાઈ ચૌધરી
જામળા,વિજેતા સરપંચ રેખાબેન રાકેશ કુમાર ઠાકોર
રીદ્રોલ, વિજેતા સરપંચ પટેલ સુરેશચંદ્ર ગોવિંદલાલ
પારસા, વિજેતા સરપંચ યુવરાજસિંહ ઉદયસિંહ ઠાકોર
હજુ 14 ગ્રામ પંચાયતોની ગણતરી ચાલુ છે.
આ પણ વાંચો:કડી વિધાનસભા ચૂંટણીમાં ડમી એજન્ટ હોવાનો રમેશ ચાવડાએ લગાવ્યો આરોપ
આ પણ વાંચો:મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ વધારવા માટે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે અદ્ભુત વ્યવસ્થા
