Junagadh News/ જૂનાગઢમાં લગ્નના વરઘોડામાં ઘોડી નચાવતા યુવાનને આવ્યો બ્રેન સ્ટ્રોક, ઘટનાસ્થળે જ મોત

Junagadhમાં વરઘોડા દરમિયાન ઘોડી નચાવી રહેલા યુવાન અશ્વપાલક કરણ પરમારનું અચાનક બ્રેન સ્ટ્રોક આવતા મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

Gujarat Top Stories Others
Junagadh Youth Brain Stroke Video

Junagadh Youth Brain Stroke Video: વર્તમાન સમયમાં યુવાનોમાં હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હસતા-રમતા અને તંદુરસ્ત યુવાનો અચાનક જ કાળનો કોળિયો બની રહ્યા છે. આવી જ એક હચમચાવી દે તેવી ઘટના જૂનાગઢમાં બની છે, જ્યાં એક લોકપ્રિય યુવા અશ્વપાલકનું વરઘોડાની તૈયારી દરમિયાન અચાનક મોત નિપજ્યું છે.

Junagadh : ખુશીનો માહોલ પળવારમાં માતમને ફેરવાયો

મળતી વિગતો અનુસાર, જૂનાગઢના જાણીતા અશ્વપાલક કરણ પરમાર એક લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકા (વરઘોડા) માટે પોતાની પ્રિય ઘોડી તૈયાર કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કરણ ખૂબ જ ઉત્સાહથી ઘોડીને દોરીને નચાવી રહ્યો હતો. ત્યારે જ અચાનક તેને બ્રેન સ્ટ્રોક આવ્યો અને તે ગણતરીની સેકન્ડોમાં જમીન પર ઢળી પડ્યો હતો.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ

આ કરુણ દ્રશ્ય જોઈને આસપાસના લોકો તાત્કાલિક કરણની મદદ માટે દોડી આવ્યા હતા. તેને વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લગ્નનો હરખ અને ઉત્સાહ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

પરિવારનો એકનો એક સહારો છીનવાયો

મૃતક કરણ પરમાર માત્ર જૂનાગઢ જ નહીં, પણ અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં પણ અશ્વોને તાલીમ આપવાની પોતાની કળા માટે ખૂબ લોકપ્રિય હતો. કરણના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તે પોતાના પરિવારમાં વૃદ્ધ માતા અને બે બહેનોનો એકમાત્ર આર્થિક સહારો હતો. કરણને એક વર્ષની માસૂમ દીકરી પણ છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.


આ પણ વાંચો: જૂનાગઢના મેઘાણીનગરમાં ભીષણ આગ, 10 વાહનો બળીને રાખ

આ પણ વાંચો: જૂનાગઢ વોર્ડ નંબર-3માં ભાજપના નગરસેવકનું સભ્યપદ રદ

આ પણ વાંચો: જૂનાગઢ-દેલવાડાના રૂટ પર પસાર થતી ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લાગશે