Junagadh News: ગીરના જંગલમાંથી પસાર થતી ટ્રેનમાં હવે વિસ્ટાડોમ કોચ લાગશે. જૂનાગઢ-દેલવાડાના રૂટ પર પસાર થતી ટ્રેનમાં આ પ્રકારના કોચ લાગશે. ગીર ફોરેસ્ટના નજારા માટે 360 ડિગ્રી સીટ હશે અને ગ્લાસ રૂફની પણ સગવડ હશે. મુસાફરોને અહીં પ્રાણી-પક્ષીઓના દર્શન કરવાનો અનુભવ મળશે. તેની સાથે ગીરનો નયનરમ્ય પ્રાકૃતિક નજારો પણ માણવા મળશે.
રેલ્વે આગામી મહિના આ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. વન્યજીવની સુરક્ષા માટે આ વિસ્તારમાં ટ્રેનની ગતિ પ્રતિ કલાક 30 કિ.મી. સુધી મર્યાદિત રાખવામાં આવી છે. આના કારણે સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે તેમ માનવામાં આવે છે. તેની સાથે ગીરની મુલાકાતે આવતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે રેલ્વે દ્વારા વિસ્ટાડોમ કોચ જયાં પણ નયનરમ્ય અને પ્રાકૃતિક નજારો હોય તેવા રેલ્વે રૂટ પર ગોઠવવામાં આવે છે. તેમાં મહારાષ્ટ્રના અને કોંકણ પટ્ટાના ગલોમાં પણ આ રીતનો વિસ્ટાડોમ કોચ લગાડવામાં આવે છે. આ સિવાય દક્ષિણ ભારતની ટ્રેનોના કોચમાં પણ વિસ્ટાડોમ કોચ લગાડવામાં આવે છે. તેની સાથે વૈષ્ણોદેવી અને કાશ્મીર જતી ટ્રેનમાં પણ વિસ્ટાડોમ કોચ લગાડવામાં આવે છે.
આ પણ વાંચો: Indian Railwaysનો જો આ નિયમ તોડ્યો તો 6 મહિનાની જેલ અને ભરવો પડશે દંડ
આ પણ વાંચો: Railway મુસાફરોને મળી શકે છે દિવાળીની ભેટ, રેલ ભાડામાં થઈ શકે છે ભારે ઘટાડો
આ પણ વાંચો: Railway પોતાના કર્મચારીઓને દશેરાએ આપી શકે છે ૭૮ દિવસનું બોનસ
