America News/ 66% અમેરિકનો ઈરાન યુદ્ધના વિરોધમાં, ટ્રમ્પ સરકારની મુશ્કેલીમાં વધારો

અમેરિકામાં થયેલા નવા સર્વે મુજબ 66% American લોકો ઈરાન સાથેનું યુદ્ધ રોકવા માંગે છે. મોંઘવારી અને પેટ્રોલના વધતા ભાવને કારણે ટ્રમ્પ સરકાર સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Top Stories World
American Public Opinion on War

American Public Opinion on War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને લઈને હવે ખુદ અમેરિકામાં જ વિરોધના સૂર તેજ થયા છે. એક તાજેતરના Reuters/Ipsos સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બે તૃતીયાંશ (66%) અમેરિકનો ઈચ્છે છે કે અમેરિકા ઈરાન સાથેના યુદ્ધમાં પોતાની સંડોવણી વહેલી તકે ખતમ કરે, ભલે પછી ટ્રમ્પ પ્રશાસન દ્વારા નિર્ધારિત લક્ષ્યો હાંસલ ન થયા હોય.

American : સર્વેના મુખ્ય આંકડા

શુક્રવારથી રવિવાર દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં અમેરિકી જનતાનો મૂડ સ્પષ્ટ દેખાય છે. આ સર્વે મુજબ 66% લોકો યુદ્ધના ઝડપી અંતની તરફેણમાં છે, જ્યારે 27% લોકો માને છે કે ભલે યુદ્ધ લાંબુ ચાલે, પણ અમેરિકાએ પોતાના તમામ લક્ષ્યો હાંસલ કરવા જોઈએ. આ મુદ્દે રિપબ્લિકન પક્ષમાં પણ વિભાજન જોવા મળ્યું છે, જેમાં ટ્રમ્પના પોતાના પક્ષના 40% ટેકેદારો પણ હવે યુદ્ધ વહેલું પૂરું કરવાની તરફેણમાં છે, જ્યારે 57% ટેકેદારો હજુ પણ લાંબા ગાળાના યુદ્ધને ટેકો આપી રહ્યા છે.

 $4 ને પાર પહોંચ્યું પેટ્રોલ

અમેરિકામાં આ યુદ્ધની સૌથી મોટી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી છે. ગેસબડી (GasBuddy) ના ડેટા મુજબ, ત્રણ વર્ષમાં પહેલીવાર અમેરિકામાં પેટ્રોલના ભાવ 4 ડોલર પ્રતિ ગેલનને પાર કરી ગયા છે. બીજી તરફ, આર્થિક ચિંતા વ્યક્ત કરતા 60% લોકોએ ઈરાન પરના અમેરિકી લશ્કરી હુમલાઓને અયોગ્ય ગણાવ્યા છે. આ યુદ્ધના કારણે લોકોમાં ભવિષ્યનો ડર પણ જોવા મળી રહ્યો છે; દર ત્રણમાંથી બે વ્યક્તિને આશંકા છે કે આગામી વર્ષમાં તેલના ભાવ હજુ પણ વધશે. એટલું જ નહીં, અડધાથી વધુ ઉત્તરદાતાઓનું માનવું છે કે આ યુદ્ધની તેમની વ્યક્તિગત આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે.

ચૂંટણી પર જોખમ

આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન (મધ્યસત્ર ચૂંટણી) યોજાવા જઈ રહી છે. વધતી જતી મોંઘવારી અને યુદ્ધ પ્રત્યેનો અસંતોષ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો જનતાનો આક્રોશ આવો જ રહ્યો તો સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવવી પડી શકે છે.


આ પણ વાંચો: ઇરાને અમેરિકાને કર્યું મોટું નુકસાન : 2,400 પેટ્રિયટ મિસાઇલો ખર્ચાઈ,ચીને લીધી મઝા

આ પણ વાંચો: અમેરિકા,ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાનમાં બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા, ટ્રમ્પે શેર કર્યો વીડિયો  

આ પણ વાંચો: ટ્રમ્પની નીતિઓથી અમેરિકા એકલું પડી રહ્યું છે? યુરોપમાં વધતો વિરોધ