Not Set/ Railway મુસાફરોને મળી શકે છે દિવાળીની ભેટ, રેલ ભાડામાં થઈ શકે છે ભારે ઘટાડો

નવી દિલ્હી : લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે અગાઉ કેન્દ્ર સરકાર રેલવે (Railway)ના મુસાફરોને  દિવાળીના તહેવારની મોટી ગિફ્ટ આપી શકે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર રેલવે (Railway)ના  ભાડામાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમમાં મોટી રાહત મળી શકે છે. રેલવે મંત્રાલય તેની ફ્લેક્સી ફેર […]

Top Stories India
Railway passengers can get Diwali gift by reducing Railway Fair

નવી દિલ્હી : લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે અગાઉ કેન્દ્ર સરકાર રેલવે (Railway)ના મુસાફરોને  દિવાળીના તહેવારની મોટી ગિફ્ટ આપી શકે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર રેલવે (Railway)ના  ભાડામાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમમાં મોટી રાહત મળી શકે છે. રેલવે મંત્રાલય તેની ફ્લેક્સી ફેર સ્કીમમાં રાહત આપવા સંદર્ભે ગંભીરતાપૂર્વક  વિચારણા કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ફેર સ્કીમમાં રાહત આપવા માટે રેલવે મંત્રાલય દ્વારા રેલ ભાડામાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે.

રેલવે મંત્રાલયના નવા પ્રસ્તાવ મુજબ લગભગ 100 જેટલી પ્રીમિયમ ટ્રેનોમાં છેલ્લી મિનિટ સુધી ટિકિટ બુકિંગમાં કે પછી ચાર દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવવા અંગે 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે ટ્રેનમાં ટોટલ ઓક્યુપન્સી કે પછી ટોટલ બુકિંગના 40 ટકા કરતા ઓછું હોય તો ભાડામાં 20 ટકા જેટલો ઘટાડો મળી શકે છે.

હકીકતમાં તો સરકાર ભાડું ઓછું કરીને એક તીરથી બે નિશાન સાધવા માગે છે. તે આ રીતે જનતાનું દિલ જીતવા માગે છે અને સાથોસાથ આવી પ્રિમીયમ ટ્રેનની ખાલી સીટો પણ ભરવા માગે છે.

રેલવેની પ્રીમિયમ ટ્રેનો જેવી કે રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં ફ્લેક્સી ફેર સ્કીમ લાગુ પાડ્યા પછી ભરે રેલવેની આવકમાં ભલે વધારો થયો હોય પણ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રેલવેના યાત્રીઓ સરકારની આ નિતીની ભારે ટીકા કરે છે કે વધારે ભાડું દીધા પછી પણ રેલવેની સુવિધામાં કોઈ પણ જાતનો સુધારો નથી થયો.

રેલવે મંત્રાલય દ્વારા ગત તા. 9 સપ્ટેમ્બર, 2016થી પ્રિમીયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 44 રાજધાની, 52 દુરંતો અને 46 શતાબ્દી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સ્કીમ અંતર્ગત દર 10 % સીટ બુકિંગ પર ટ્રેનના બેઝ ફેરમાં 10 %નો વધારો થઈ જાય છે. જોકે ગત વર્ષે ડિસેમ્બરમાં રેલવે મંત્રાલય દ્વારા આ સ્કીમમાં મામુલી રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે.