Not Set/ ખાનગી નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર, વધશે અનેકગણું પેન્શન, સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચૂકાદાથી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને મળનારા પેન્શનને સમગ્રપણે તેના પગારના આધારે આપવાનો ચૂકાદો આપ્યો છે. તેને કારણે હવે ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓને અનેકગણુ વધારે પેન્શન મળશે. સુપ્રીમકોર્ટના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હજારો કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર વૃદ્વિ […]

India Trending Business
High court verdict ખાનગી નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર, વધશે અનેકગણું પેન્શન, સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચૂકાદાથી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને મળનારા પેન્શનને સમગ્રપણે તેના પગારના આધારે આપવાનો ચૂકાદો આપ્યો છે. તેને કારણે હવે ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓને અનેકગણુ વધારે પેન્શન મળશે. સુપ્રીમકોર્ટના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હજારો કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર વૃદ્વિ થશે.

આ ચૂકાદા ઉપરાંત સુપ્રીમકોર્ટે  EPFO ની કર્મચારીઓના પેન્શનની ગણતરી નોકરીના છેલ્લા 5 વર્ષના સરેરાશ પગારના આધારે કરવાની માંગ કરતી પીટીશન પણ ફગાવી દીધી છે. કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કરતાં કર્મચારીઓના નિવૃત્તિના અંતિમ વર્ષના પગારના આધારે પેન્શન આપવાનો ચુકાદો આપ્યો છે. અત્યાર સુધી EPFO દ્વારા વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીના પગારના આધાર બનાવતાં જ પેન્શન આપવામાં આવતું હતું.

કેવી રીતે થશે પેન્શનની ગણતરી?

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે હાલની કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વર્ષ 1996 સુધી વધુમાં વધુ 6500 રૂપિયાના પગારના આધારે તેનો 8.33 ટકા ભાગ પેન્શનના રૂપે અપાતું હતું. વર્ષ 1996માં તેમા કરાયેલા એક સંશોધન બાદ કર્મચારીઓના વધુમાં વધુ 15000 રૂપિયાના પગારનો 8.33 ટકા ભાગ પેન્શન તરીકે આપવામાં આવ્યું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા હેઠળ પેન્શનની ગણતરી ફુલ પગાર (બેઝિક+ડીએ+રિટેન્શન બોનસ)ના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો પેન્શનની ગણતરી

પેન્શનની ગણતરી (કર્મચારી દ્વારા નોકરીના કુલ વર્ષ+2)/70xછેલ્લા પગારના આધારે થશે. આ રીતે જો કોઈ કર્મચારીનો મહિનાનો પગાર 50,000 રૂપિયા છે તો તેને હવે દર મહિને લગભગ 25,000 રૂપિયા પેન્શન તરીકે મળશે, જ્યારે જૂની સિસ્ટમ મુજબ આ પેન્શન માત્ર 5,180 રૂપિયા થતું હતું.