Not Set/ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો,છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કેસ,123 લોકોનાં મોત

છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે રવિવારે નોંધાયેલા કેસ કરતાં 22.5 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં, 123 કોવિડ મૃત્યુ નોંધાયા છે,

Top Stories India
corona 3 દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો,છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કેસ,123 લોકોનાં મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે રવિવારે નોંધાયેલા કેસ કરતાં 22.5 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં, 123 કોવિડ મૃત્યુ નોંધાયા છે,ભારતમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 1,700 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 510 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 351 દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 639 ઓમિક્રોન દર્દીઓને રજા આપવામાં આવી છે.ભારતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે અગાઉના દિવસ કરતા 22.5% વધુ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે. આનાથી કુલ કેસલોડ 3,49,22,882 થઈ ગયો. છેલ્લા 24 કલાકમાં દેશમાં 123 જેટલા મૃત્યુ નોંધાયા છે, જે કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યાને 4,81,893 પર લઈ ગયા છે.

 

123 દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો,છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કેસ,123 લોકોનાં મોત

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ સહિત કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી, દેશની રસીકરણ અભિયાનનો આગામી તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો  છે. 3 જાન્યુઆરીથી, ભારતમાં 15-18 વર્ષની વયના લોકો કોવેક્સિન ડોઝ મેળવવા માટે પાત્ર છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે નવા નિયંત્રણો મૂક્યા છે. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા માટે વર્ચ્યુઅલ સુનાવણી પર પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દેશમાં  જે આંકડા નોંધાયા હતા તેના કરતા આજે નોંધપાત્ર વધારો નોધાયો છે. . દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 27,553 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ દરમ્યાન 284 લોકોનાં મોત થયા છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 1525 કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ પેદા થઇ ગયો છે. દરરોજ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. આ પહેલા શનિવારે દેશનાં મોટા શહેરોમાં કોરોનાની ખતરનાક ગતિ જોવા મળી હતી. આમાં મુંબઈમાં 6347, દિલ્હીમાં 2716 અને કોલકાતામાં 2398 કેસ નોંધાયા. આ સાથે નવા વેરિઅન્ટ Omicron નાં કેસ પણ જોર પકડવા લાગ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો અહીં ઓમિક્રોનનાં દર્દીઓની સંખ્યા 1500 ને વટાવી ગઈ છે. આમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં તેની સંખ્યા 460 છે.