Not Set/ અમદાવાદ જૂથ અથડામણ, પોલીસે યુવકોને બેહરમીથી ફટકાર્યા બાદ ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

અમદાવાદ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલી જૂથ અથડામણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં 5 જેટલા પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ આંબાવાડીની ભુદરપુરા વિસ્તારમાં આવેલી આંબેડકર કોલોનીની આ ઘટના છે. જ્યાં આ જૂથઅથડામણ સર્જાઇ હતી. ત્યારે મંગળવાર સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકત્રિત થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. […]

Top Stories
ahmd અમદાવાદ જૂથ અથડામણ, પોલીસે યુવકોને બેહરમીથી ફટકાર્યા બાદ ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

અમદાવાદ

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલી જૂથ અથડામણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં 5 જેટલા પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ આંબાવાડીની ભુદરપુરા વિસ્તારમાં આવેલી આંબેડકર કોલોનીની આ ઘટના છે. જ્યાં આ જૂથઅથડામણ સર્જાઇ હતી.

ત્યારે મંગળવાર સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકત્રિત થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. તો હાલ એવી માહિતી મળી રહી છે કે ચાર લોકોને ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં બે લોકોના પગમાં ગંભીર ઈજા થઈ હતી. તો બે યુવકોને પોલીસ દ્વારા યુવકોને ઢોર મારમારવામાં આવ્યો હતો જેમાં બન્ને યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા માટે ગયા હતા પરંતુ અમારી એફઆઈઆર નોધી નહોતી. આ બન્ને યુવકને પોલીસ દ્વારા મોડીરાત્રે મારવામાં આવ્યા હતા.

મંગળવાર સવારે એલિસબ્રિજ ખાતે 150થી વધારે લોકો એકઠા થયા હતા અને જય ભીમ અને આંબેડકરના નારા લગાવી રહ્યા હતા રોષે ભરાયેલા લોકોને સમજાવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે અને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો.

ahmd 1 અમદાવાદ જૂથ અથડામણ, પોલીસે યુવકોને બેહરમીથી ફટકાર્યા બાદ ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

રાજપૂત સમાજની હોસ્ટેલમાં રહેતા યુવકો અને સ્થાનિક વચ્ચે આ અથડામણ થઇ હતી. છોકરી છેડતી મુદ્દે સર્જાયેલી આ અથડામણે ગણતરીની મિનિટોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથોએ સામસામે પથ્થરમારો અને વાહનોમાં આગચંપી કરી હતી.

ahmd 2 અમદાવાદ જૂથ અથડામણ, પોલીસે યુવકોને બેહરમીથી ફટકાર્યા બાદ ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે ટોળાએ ફાયરના જવાનોને પણ માર મારતાં એક ફાયરના જવાનને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે SRP જવાનો, ક્રાઇમબ્રાંચ, SOG તેમજ સ્થાનિક પોલીસે સમગ્ર એરિયામાં બંદોબસ્ત ગોઠવી 2 થી 3 જેટલા લોકોની અટકાયત કરી હતી.

ahmd 3 અમદાવાદ જૂથ અથડામણ, પોલીસે યુવકોને બેહરમીથી ફટકાર્યા બાદ ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

જેને લઇને સ્થાનિકોએ મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશનનો ધેરાવ કર્યો હતો. આખરે લાંબી મંત્રણા બાદ અટકાયતીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે. જેને લઇને સ્થાનિકોએ મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશનનો ધેરાવ કર્યો હતો અને આખરે લાંબી મંત્રણા બાદ અટકાયત કરેલા લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસે હાલ તો કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે.