બિહારમાં વરસાદ હવે મોતનું તાંડવ મચાવી રહ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. પૂરનાં કારણે હજારો લોકો પોતાની ઘરથી દૂર જવા મજબૂર બની ગયા છે. દરમિયાન, પૂરમાં ડૂબતા લોકોની સંખ્યા વધીને 55 થઈ ગઈ છે. આ દરમિયાન, મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
વિધાનસભામાં બોલતા બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યુ હતુ કે, આ ફ્લેશ ફ્લડ છે. ઘણા દિવસો બાદ બિહાર અને નેપાલમાં સમય પહેલા આટલલો વરસાદ પડ્યો છે. સમય પહેલા પૂર આવ્યુ છે અને ત્યારબાદની પરિસ્થિતિ પણ અમારા માટે પડકારરૂપ રહેશે. કુદરતી આપત્તિ પર કોઇનું નિયંત્રણ નથી. પ્રદેશનાં 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે અને અત્યાર સુધી 25 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. વળી જો કેરળની વાત કરીએ તો અહી ભારે વરસાદની ભવિષ્યવાણી બાદ રેડ એલર્ટ પણ જારી કરી દેવામાં આવેલ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
રાબડી દેવીએ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો, ઉંદર ખાઇ રહ્યા છે બિહારી
બિહારમાં સ્થિતિ બેકાબુ બની છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્યમાં આવેલા પૂરને લઇને નીતીશ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે વિધાન પરિષદમાં રાબડી દેવી એ કહ્યુ કે, બિહારમાં રોજ પૂલ તૂટી રહ્યા છે. પરંતુ નીતીશ કુમાર માત્ર હવાઈ સફર કરી રહ્યા છે. પૂરથી પ્રભાવિત લોકો માટે ન તો ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ન તો પાણીની. પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો આજે ઉંદર ખાવા પર મજબૂર બન્યા છે. જ્યારે ખાવા માટે સરકાર તરફથી મદદ ન મળે તો લોકો ઉંદર જ ખાશે. તેમણે વધુમાં કહ્યુ કે, નીતીશ કુમારને જમીની માર્ગ પર જઇને પૂરની સ્થિતિ જોવી જોઇએ. ત્યારે જ હકીકત ખબર પડશે.
બિહારમાં નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફોર્સની આશરે 19 ટીમો ગોઠવવામાં આવી છે. કેંદ્રએ રાજ્ય સરકારને શક્ય તેટલી મદદની ખાતરી આપી છે. રાજ્યનાં 16 જિલ્લાઓમાં પૂરનાં કારણે અંદાજે 25.71 લાખ લોકો પ્રભાવિત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.