RTO-Scam/ RTOમાંથી બોગસ લાઇસન્સ કૌભાંડ પકડાયુંઃ બેની ધરપકડ

આરટીઓમાં કૌભાંડોની કોઈ કમી નથી. એક કૌભાંડ પકડાયાની વાત પૂરી થાય ત્યાં બીજું કૌભાંડ તેની જગ્યા માટે આતુર હોય છે. કદાચ આ જ કારણસર સરકારે નવા વાહનોની નોંધણીનું કામ આરટીઓ પાસેથી લઈને ડીલરોને સોંપી દેવું પડયું છે. આરટીઓના બહાર આવેલા વધુ એક કૌભાંડમાં બોગસ લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

Gandhinagar Ahmedabad Gujarat
Bogus Licence Scam RTOમાંથી બોગસ લાઇસન્સ કૌભાંડ પકડાયુંઃ બેની ધરપકડ

આરટીઓમાં કૌભાંડોની કોઈ કમી નથી. એક કૌભાંડ પકડાયાની RTO-Scam વાત પૂરી થાય ત્યાં બીજું કૌભાંડ તેની જગ્યા માટે આતુર હોય છે. કદાચ આ જ કારણસર સરકારે નવા વાહનોની નોંધણીનું કામ આરટીઓ પાસેથી લઈને ડીલરોને સોંપી દેવું પડયું છે. આરટીઓના બહાર આવેલા વધુ એક કૌભાંડમાં બોગસ લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કૌભાંડમાં ચોંકાવનારી વાત એ છે કે આ RTO-Scam કૌભાંડ ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઇન્ટેલિજન્સ (એમઆઇ)ની પુણે શાખાની બાતમીના આધારે પકડાયું છે. આ કૌભાંડમાં જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને બારામુલ્લા અને અનંતનાગના વતનીઓના નામે આર્મી ક્વોટાના ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદના આરટીઓમાંથી આવા લગભગ એક હજાર લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે. સિટી ક્રાઇમ બ્રાન્ચે બે આરટીઓ એજન્ટની ધરપકડ કરી છે. તેમા ગાંધીનગરના 47 વર્ષીય સંતોષ ચૌહાણ અને ચાંદખેડાના 23 વર્ષીય ધવલ રાવતનો સમાવેશ થાય છે.

આ બંનેને લોકલ ઇન્ટેલિજન્સના આધારે ચાંદખેડાથી RTO-Scam પકડવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધાવનાર ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બંનેની આઇપીસીની છેતરપિંડી, બનાવટ, કાવતરું અને IT એક્ટના ગુનાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ કેસના તપાસ અધિકારી ત્રિવેદીએ જણાવ્યું હતું કે બનાવટી આર્મી દસ્તાવેજોના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે તે અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે 284 ડ્રાઇવિંગ લાઇસન્સ, 97 ડિફેન્સ ડ્રાઇવિંગ બુક્સ, નવ રબર સ્ટેમ્પ્સ, 37 નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ, નવ સર્વિસ સર્ટિફિકેટ, પાંચ કન્ફર્મેશન લેટર્સ, ત્રણ લેપટોપ, 27 સ્પીડ પોસ્ટ સ્ટીકર્સ અને એક ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સ્ટાયલસ જપ્ત કર્યા હતા.

ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે બોગસ ડિફેન્સ ડ્રાઇવિંગ બુક્સ, કન્ફર્મેશન લેટર્સ, સર્વિસ સર્ટિફિકેટ અને કેન્ટીન કાર્ડ આરટીઓને ઓનલાઇન સબમિટ કરાતી હતી. એક વખત અરજી સબમિટ થયા બાદ તેઓ આરટીઓના અધિકારીઓની મિલીભગતથી દસ્તાવેજો અને સહીઓની વ્યક્તિગત ચકાસણી કરતા હતા. ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ થયા બાદ બંને તેને જમ્મુ-કાશ્મીર મોકલી દેતા હતા.

ત્રિવેદીએ જણાવ્યું હતું કે લગભગ એક મહિના પછી, RTO-Scam જમ્મુ-કાશ્મીરમાં તેમનો સંપર્ક તેમને ત્યાં તૈનાત રેજિમેન્ટ વિશે જાણ કરતાં હતા અને તેઓ જમ્મુ-કાશ્મીર આરટીઓને લાઇસન્સ ટ્રાન્સફર કરવા માટે અમદાવાદ અથવા ગાંધીનગરના આરટીઓમાંથી કથિત રીતે એનઓસી મેળવતા હતા. આ બંનેએ આવા 1,000 થી વધુ લાઇસન્સ બનાવ્યા હતા. તેઓ દરેક માટે 6,000 થી 8,000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલતા હતા અને પેમેન્ટ ગૂગલ પે જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મેળવતા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચૌહાણે પહેલા જમ્મુ-કાશ્મીરના ત્રણ રહીશ અસફાક, વસીમ અને નઝીરને મળ્યા હતા અને લાઇસન્સ આપ્યા હતા. બાદમાં તેમણે જમ્મુ-કાશ્મીરના વધુ કેટલાક લોકોને આ રીતે લાઇસન્સ મેળવવા આ બંનેનું નામ આપ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૌહાણ અને રાવત પહેલા સાથે કામ કરતા હતા, જેમાં રાવત ચૌહાણને મદદ કરતા હતો. બે-ત્રણ વર્ષથી તેઓ અલગ-અલગ કામ કરતા હતા. રાવતને ઉમર નામના શખ્શે, જયારે ચૌહાણને અસફાક, વસીમ અને નઝીરે મદદ કરી હતી.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત

આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી

આ પણ વાંચોઃ અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ