ગીર સોમનાથ/ સુગર મિલો બંધ થતા ખેડૂતોએ કર્યું આવું કામ, જાણો શું કહ્યું ગોળ બનાવનાર ખેડુતોએ

સમગ્ર ગુજરાતમાં દેશી ગોળ નું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લામાં થાય છે.ખાસ કરીને તાલાળા, કોડીનાર અને ઉના તાલુકામાં ઉત્કૃષ્ટ ગોળ બને છે.

Gujarat Others
સુગર મિલો

ગીર સોમનાથ જિલ્લામાં ઉના, તાલાલા અને કોડીનારમાં સુગર મિલો બંધ થવાની શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ભારે નુકસાન થવા લાગ્યુ છે. સુગર મિલો બંધ થતા ખેડૂતોએ દેશી ગોળ બનાવાની શરૂઆત કરી છે. શેરડીનું વાવેતર કરના મોટા ભાગના ખેડૂતોએ હવે ગોળનાં રાબડાઓ ધમધમતા કરી પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. અત્યારે દરેક જગ્યાએ મોટા ભાગે કેમિકલ યુક્ત ગોળનું વેચાણ થયા છે. ત્યારે ગીર સોમનાથના ખેડૂતો દ્વારા દેશી શુદ્ધ ગોળનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.પરંતુ ખેડૂતોનુ કહેવું છે કે, શેરડીની ખેતી કરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. પરતું યોગ્ય ભાવ મળતો નથી તો, ગોળ બનાવનાર ખેડુતો કહે છે, કે ગોળના ભાવમાં ઘટાડો થઇ રહ્યાં છે. જેથી ખેડૂતોમાં નિરાસાનો માહોલ છે.

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાનાં ગોળનાં રાબડાઓનાં અહીં ઉના, તાલાલા અને કોડીનાર ની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીનાં ભાવમાં ભારે ઘટાડો થયો છે.ફેકટરીઓ બંધ થતા અહીંના ખેડૂતોએ 170 જેટલા ગોળનાં રાબડાઓ ધમધમતા કરી પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે.જો કે ખેડૂતો એ ગોળ ના રાબડાઓ બનાવી શેરડી પિલવાનું શરૂ તો કર્યું છે.

ગીરનો ગોળ કેમિકલ વગરનો બનતો હોય અતિ ઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે.કેમિકલ યુક્ત ગોળ ખાવાથી ગળા માં ખરેડી પડે અને શારીરિક નુકશાન પણ ભોગવવું પડે છ  દેશી શુદ્ધ ગોળ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે.ખેડૂતનાં ખેતર  માંથી શેરડીને કાપી લાવ્યા બાદ તેનું પિલાણ કરી તેનો રસ બનાવાય છે. અને ત્યારબાદ તે રસને અનેક ડીગ્રી ટેમ્પરેચરે ગરમ કરી ઘટ્ટ કરવામાં આવે છે.જેને શુદ્ધ અને લિજ્જતદાર બનાવવા માટે કુદરતી વનસ્પતિ ભીંડી નો પણ ઉપયોગ કરવામાં આવે છે.ગિરનો ગોળ ઉત્કૃષ્ટ કક્ષા નો બને છે.

ગીરની ધરતીમા જ અદભુત તાકાત છે.અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે. ગીરના ગોળ માંથી આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવન રક્ષક અનેક ઘટકો મળી રહે છે. આયુર્વેદની અનેક ઔષધિઓ માં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને શિયાળામાં આ ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી વર્ષ આખું શરીર તંદુરસ્ત રહે છે.

ગીર સોમનાથ જીલા ના તાલાલા કોડીનાર મા મોટા પ્રમાણ મા શેરડી નું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ શુગર મિલ એક સમયે ધમધમતી હતી જો કે તમામ સુગર મિલો હાલ બન્ધ હાલતમાં છે સુગર મિલો બન્ધ થતા ગીર પંથકમાં 170 થી પણ વધારે રાવડાઓ શરૂ થયા છે રાબડાઓ ધમધમતા ખેડૂતો પોતાની શેરડી વહેંચી રહયા છે પરન્તુ ખેડૂતો શેરડી ના ભાવ ને લય ખૂબ નિરાશ જોવા મળી રહયા છે ખેડૂતો ના કહેવા મુજબ એક તન શેરડી નો ભાવ હાલ 1700 ચૂકવાયુ છે ખેડૂતો નું કહેવું છે કે એક વિઘો શેરડી પકવવા મા અમને 15 થી 20 હજાર નો ખર્ચ લાગે છે અને એક વર્ષ નો સમય શેરડી પકવવામાં લાગે છે શેરડી ના ભાવ 3 હજાર ચૂકવાય તો જ ખેડૂતો ને પરવડે તેમ.છે એક તરફ ખેડૂતો ને શેરડી ના પૂરતા ભાવ ન મળતા નથી  તો. બીજી તરફ રાબડા માલિકો નું કહેવું છે કે ગોળના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ પણ વાંચો:આજે નેવીમાં જોડાશે INS Mormugao, રડારથી જોવું મુશ્કેલ, બ્રહ્મોસ સાથે કરશે પ્રહાર

આ પણ વાંચો: જમાત-એ-ઈસ્લામી સામે મોટી કાર્યવાહી, ચાર જિલ્લામાં 100 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

આ પણ વાંચો:ચીન સાથેના તણાવ વચ્ચે આજે પૂર્વોત્તર જશે પીએમ નરેન્દ્ર મોદી, આવો છે સંપૂણ કાર્યક્રમ