- ખાનગી તબીબના ઘરના 5 સભ્યો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ
- લાંબા સમયગાળા બાદ જામનગર શહેરમાં એકીસાથે 5 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના કેસ સામન્ય કહી શકાય તેવા નોધાઇ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં 20 ની આસપાસ કોરોના ના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર ખાતે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક તબીબ પરિવારના પાંચ સભ્યો એક સાથે કોરોના સંક્રમિત બન્યા છે.
જામનગર શહેરમાં લાંબોસમય સુધી કોરોનાના કેસોમાં નોંધપાત્ર કહી શકાય તેવા કેસો સામે નહોતા આવતા. પરંતુ એકાએક જામનગર શહેરમાં વસવાટ કરતા અને ખાનગી તબીબના પરિવારમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ એકસાથે પરિવારના 5 સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં ફરી એકવખત કોરોના પોઝીટીવ કેસોએ દસ્તક આપી હોય તેમ લાગે છે.મહત્વનું છે કે લાંબા સમયગાળા બાદ જામનગર શહેરમાં એકીસાથે 5 કેસ નોંધાયા છે.ત્યારે લોકો તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન અને સતત માસ્ક પહેરી રાખે તે અનિવાર્ય છે .
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી દિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વરા પણ તહેવારને લઇ અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. અને બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1546 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12602 નાગરિકોને રસીનો પ્રથમ અને 84752 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38205 નાગરિકોને રસીનો પ્રથમ અને 216566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,53,674 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70242222 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ગોવા / રાહુલ ગાંધી ‘મોટરસાઇકલ ટેક્સી’ માં સવારી કરતા જોવા મળ્યા, કોંગ્રેસે VIDEO ટ્વિટ કરીને કહ્યું,…
ભચાઉ / દલિત પરિવાર પર અત્યાચારની ઘટનામાં ભોગ બનનારાને સરકાર કુલ 21 લાખની સહાય ચૂકવાશે
પોલીસ ગ્રેડ પે આંદોલન / ટ્રાફિકના હે.કો. પ્રજ્ઞાબેન સામે નોધાઇ ફરિયાદ, જાણો કેમ ?
