ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે એક સાંધો અને તેર તૂટે જેવો ઘાટ છે. આવતી કાલે 5 સપ્ટેમ્બરે બૂથ સંમેલનમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં યુથ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. વિશ્વનાથ વાઘેલા એ શ્રીનિવાસ બીવીજીને રાજીનામું આપ્યું છે.
જો કે કોંગ્રેસમાં રાજીનામું આપવું એ કોઈ નવી વાત નથી. હંમેશાથી ચૂંટણી આવે અને કોંગ્રેસમાં કકડાટ અને રાજીનામનો દોર શરૂ થી જાય છે. ગત વિધાનસભાની ચૂંટણીથી લઈ અત્યાર સુધીમાં અનેક ધારાસભ્યો સાથે નાના મોટા નેતાઓ રાજીનામું આપી ચૂક્યા છે. ગણવા જઈએ તો લિસ્ટ ઘણું લાંબુ છે.
આમ જોવા જઇએ તો વિધાનસભા ના મહિલા અધ્યક્ષ તરીકેનું સ્થાન શોભાવતા નીમા બેન આચરી પણ કોંગ્રેસની શોધ છે. તેઓ પણ 2007માં કોંગ્રેસમાઠી ચૂંટાયા બાદ થોડા મહિના માં જ રાજીનામું આપી દીધું હતી. અને પોતાના પતિ સહિત ભાજપમાં જોડાયા હતા. તો ભાજપના રાજ્યસભાના સાંસદ એવા નરહરિ અમિન પણ કોંગ્રેસમાથી નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દો શોભાવી ચૂક્યા છે. વિઠ્ઠલ રડડિયા પણ વર્ષ 2012 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. લીલાધર વાઘેલા, રાઘવજી પટેલ , કુવરજી બાવળીયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, ધવલ સિંહ ઝાલા, પરબત પટેલ, પ્રધ્યુમન જાડેજા, પૂનમ માડમ, દેવું સિંહ ચૌહાણ, રામ સિંહ ચૌહાણ, તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત, હાર્દિક પટેલ, જયરાજસિંહ પરમાર, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, જીતુ ચૌધરી, બ્રિજેશ મેરજા, હકૂભા જાડેજા, અને સાગર રાયકા જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ કયારેક કોંગ્રેસની શોભા હતા.
ગુજરાત રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે. અને આમાં કોંગ્રેસના પક્ષપલ્ટુ નેતાઓ નો મોટો ફાળો છે. સત્તા અને મંત્રી પદ માટે અનેક વાર કોંગ્રેસી નેતાઓ પક્ષપલ્ટો કરી ચૂક્યા છે. આશરે 70 જેટલા ધારાસભ્યો અને સાંસદો અત્યાર સુધીમાં પાર્ટી બદલી ભાજપમાં જોડાયા છે. તો નાના મોટા કાર્યકર્તા અને નેતાઓનો આંક પણ ગણી ના શકાય તેવો મોટો છે.
જો કે વર્ષ 2017માં 182 બેઠક માઠી માત્ર 99 બેઠકની પાતળી સરસાઈ થી સતત માં આવેલી ભાજપે કુવરજી બાવળીયાથી પક્ષ પલ્ટા ની શરૂ આત કરાવી હતી. અને ત્યારથી લઈ અત્યાર સુધી એ શિલશિલો યથાવત છે. કોંગ્રેસનાં એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હાલમાં જ ખેડબ્રહ્મા ના ધારાસભ્ય અશ્વિન કોટવાળે પણ ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
