Valsad News/ હાય રે મોઘવારી! લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા

મોંઘવારી કેટલી વધી ગઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ વિડીયો છે. લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા છે. વલસાડમાં શાકભાજીની ચોરીના વિડીયો વાઇરલ થયા છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજીની ચોરી થઈ છે.

Gujarat Others Breaking News

Valsad News: મોંઘવારી કેટલી વધી ગઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ વિડીયો છે. લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા છે. વલસાડમાં શાકભાજીની ચોરીના વિડીયો વાઇરલ થયા છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજીની ચોરી થઈ છે. આમ ચોરોના હાથફેરામાંથી શાકભાજી માર્કેટ પણ બાકી રહ્યા નથી.

આ ચોરી પાછી ધોળા દિવસે થઈ છે. આ ચોરી બીજા કશાની નહીં પણ ડુંગળી અને આદુની ચોરી થઈ છે. ડુંગળી અને આદુની આખીને આખી બોરીઓ ચોર ઉઠાવી ગયા છે. ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વિડીયો પણ વાઇરલ થઈ ગયો છે.

આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બટાકા અને ડુંગળીને બાદ કરતાં દરેક શાકનો ભાવ કિલોએ સો રૂપિયા વટાવી ગયો છે. આના લીધે સામાન્ય માનવી માટે જીવન દોહ્યલુ બની ગયું છે. સામાન્ય માનવીનો શાકભાજીનો માસિક ખર્ચો ત્રણ હજાર રૂપિયાને વટાવી ગયો છે. આ સંજોગોમાં હવે લોકો શાકભાજીની ચોરી કરવા સુધી ઉતરી આવ્યા છે. આ બતાવે છે કે મોંઘવારી જો આમ જ વધતી રહી તો ચોરીની સાથોસાથ આગામી દિવસોમાં શાકભાજીની લૂંટફાટ થતી જોવા મળે તે દિવસો પણ દૂર નહીં હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત

આ પણ વાંચો: સુરત/ દુકાનમાંથી ગાયબ થઇ 250 કિલો ડુંગળી, ભાવ વધતા ચોરીની ઘટના વધી

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે શાકભાજી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો