Not Set/ ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી

દર વર્ષે તહેવારો આવતાની સાથે હોટલાના ભાડામાં પણ વધારો થઈ જતો હોય છે.  ત્યારે આ વર્ષે કોરોના કારણે હોટલ એસોસિશનન દ્વારા ભાડુ ઓછું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Gujarat Others

કોરોના કાળ બાદ જૂનાગઢના સાસણમાં આવેલું સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

  • ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો જમાવડો
  • પ્રવાસીઓના ધસારાથી બુકિંગ થયુ ફુલ
  • સ્થાનિક વેપારીઓની વધી રોજગારી

જૂનાગઢના સાસણમાં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે. ત્યારે  16 ઓક્ટોબરના દિવસે આ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. 29 સપ્ટેમ્બરે ઓનલાઇન બુકિંગ ચાલુ કરાયું હતું ત્યારે 22 ઓકટોબર સુધીનું બુકિંગ અત્યાર સુધીમાં ફૂલ થઈ ગયું છે.  ગત વર્ષે દિવાળીમાં કોરોનાની મહામારીના કારણે સફારી પાર્ક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વર્ષ શરૂ થતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.

બે વર્ષ થી લોકો ઘરમાં રહી કંટાળી ગયા હતા.  ત્યારે સાસણમાં આવેલ કુદરતના ખોળામાં બનાવેલ ફાર્મ હાઉસમાં લોકો આવવાનું પંસદ કરે છે. જેને લઇ મોટી હોટલો વાળાઓ પણ લોકો માટે કુદરતી વાતાવરણ મળી રહે તેવા ટેન્ટ પણ ઉભા કરે છે. તેમજ દેશી જમવાની પણ સગવડ કરી આપે છે.

દર વર્ષે તહેવારો આવતાની સાથે હોટલાના ભાડામાં પણ વધારો થઈ જતો હોય છે.  ત્યારે આ વર્ષે કોરોના કારણે હોટલ એસોસિશનન દ્વારા ભાડુ ઓછું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવતા સાસણ ગીર ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.  ત્યારે હોટલો અને ફાર્મ હાઉસ ફૂલ થયા છે.  અને ઘરમાં A.C. માં રહી કંટાળેલા લોકો હવે કુદરતી વાતાવરણની મજા માણી રહ્યા છે.  આ હોટલોમાં પણ ટેન્ટમાં રહેવું પસંદ કરે છે. પ્રવાસીઓ અને હોટલ માલિકો એ પણ પ્રવાસીઓના આકર્ષણ માટે અલગ અલગ થીમ પર હોટલોમાં રૂમ બનાવી રહ્યાં છે.

જામનગર / તબીબ પરિવારમાં એકસાથે પાંચ કેસ કોરોના પોઝીટીવ, પરિવારમાં ફફડાટ

ગોવા / રાહુલ ગાંધી ‘મોટરસાઇકલ ટેક્સી’ માં સવારી કરતા જોવા મળ્યા, કોંગ્રેસે VIDEO ટ્વિટ કરીને કહ્યું,…