vadodra/ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મોટનાથ મહાદેવને શાકભાજીનો શ્રૃંગાર ધરવામાં આવ્યો, ભક્તો મંત્રમુગ્ધ થયા

શ્રાવણના ત્રીજા સોમવારે સંસ્કારી નગરી વડોદરા મુકામે આવેલા મોટનાથ મહાદેવને શાકભાજીનો શ્રૃંગાર ધરવામાં આવ્યો છે.

Gujarat
8 2 શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મોટનાથ મહાદેવને શાકભાજીનો શ્રૃંગાર ધરવામાં આવ્યો, ભક્તો મંત્રમુગ્ધ થયા
  • શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મોટનાથ મહાદેવને શાકભાજી નો શ્રૃંગાર ધરવામાં આવ્યો
  • ટામેટાં, ગાજર, ટિંડોલા , ચોળી, ગવાર, દૂધી, પરવળ, કારેલાં , કોબી , ફ્લાવર સહિત શાકભાજીની કરવામાં આવી સજાવટ
  • સ્વયમ પ્રગટ થયેલ મોટનાથ મહાદેવને સંધ્યા આરતી દરમ્યાન શાકભાજી શ્રૃંગાર કર્યા
  • શાકભાજીની સજાવટે ભક્તોને મંત્ર મૃગધ કર્યા
  • સંસ્કારી નગરી વડોદરા ના નવનાથમાં એકનાથ છે મોટનાથ
  • પ્રભુ ભોલેનાથ અહીં સ્વયમ પ્રગટ થયા હોવાની લોકવાયકા
  • હિન્દુ સનાતન ધર્મના શંકરાચાર્ય તેમજ કથાકાર ડોંગરે મહારાજ સહિત અનેક સંતો મોટનાથ મહાદેવની પૂજા કરી ચૂક્યા છે

હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણના ત્રીજા સોમવારે સંસ્કારી નગરી વડોદરા મુકામે આવેલા મોટનાથ મહાદેવને શાકભાજીનો શ્રૃંગાર ધરવામાં આવ્યો છે.  તમામ શાકભાજી જેવી કે ટામેટાં,ગાજર,ટિંડોળા,ગવાર,ચોળી સહિતના અનેક શાકભાજીથી સજાવટ કરવામાં આવી હતી. આ વડોદરામાં સ્વયમ પ્રગટ થયેલા મોટનાથ મહાદેવની સંધ્યામાં ભકતોનું ઘોડાપૂર જોવા મળે છે, આજે સાંજે શાકભાજીનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શાકભાજીની સજાવટના લીઘે ભક્તો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. આ મહાદેવની લોકવાયકા અહી એવી છે તે તેવો અહીં સ્વયમ પ્રગટ થયા છે. આ મહાદેવમાં હિન્દુ સનાતન ધર્મના શંકારચાર્ય તેમજ કથાકાર ડોગરે મહારાજ સહિત અનેક સંતોએ પૂજા કરી હતી.