Gujarat Assembly Election 2022/ મતદાનની પૂર્વતૈયારી : અમદાવાદની આ બેઠક પર વોટિંગની કરાઈ તૈયારીઓ, મળ્યા 104 સંવેદનશીલ બૂથો

વિરમગામ બેઠક પર  કુલ 346 બુથો માથી 104 સંવેદનશીલ બુથો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1300ની વધુ પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવામાં આવ્યા છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
બેઠક

અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર આવતીકાલે મતદાન યોજાવાનું છે.જેને લઇને વિરમગામ શહેરના શેઠ એમ.જી. હાઇસ્કુલ ડિસ્પેચ સેન્ટર પરથી ઇ.વી.એમ.મશીન, ચૂંટણી સાહિત્ય અને પોલિંગ સ્ટાફને વિવિધ બુથો પર મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિરમગામ બેઠક પર  કુલ 346 બુથો માથી 104 સંવેદનશીલ બુથો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1300ની વધુ પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવામાં આવ્યા છે.મતદારોની વાત કરીએ તો, વિરમગામ બેઠક પર ત્રણ લાખ કરતા પણ વધુ મતદારો છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ ચરણમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થનાર છે ત્યારે વિરમગામ વિધાનસભા પર વિરમગામ માંડલ દેત્રોજના કુલ 346 બુથો પર આવતીકાલે મતદાન યોજનાર છે જે અંતર્ગત આજરોજ વિરમગામ શહેરના શેઠ એમજી હાઇસ્કુલ ડિસ્પેચ સેન્ટર પરથી ઇવીએમ ચૂંટણી સાહિત્ય પોલિંગ સ્ટાફ ને વિવિધ બુથો પર મોકલવાની કામગીરી કરવામાં આવી હતી

વિરમગામ માંડલના દેત્રોજના કુલ 346 બુથો પર આવતીકાલે મતદાન થનાર છે ત્યારે કુલ 32 બસોમાં 35 રૂટો સાથે ચૂંટણી સામગ્રી તેમજ ઇવીએમ મશીન ઉપરાંત 1600 થી વધુ કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે

વિરમગામ વિધાનસભાના કુલ 346 બુથો માથી 104 સંવેદનશીલ બુથો છે પોલીસ સહિત કુલ 1300 પોલીસ ખડેપગે બંદોબસ્તમા રહેશે.વિરમગામ વિધાનસભામાં કુલ 3,02,734 મતદારો છે જેમા પુરુષ -1,56,004 અને સ્ત્રી 1,46,726 અને અન્ય 4 મતદારો છે.

આ પણ વાંચો: તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

આ પણ વાંચો:2024ની તૈયારીમાં ખડગે, કોંગ્રેસ સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં નેતાઓ પાસેથી માંગ્યો રિપોર્ટ, નવા લોકોને તક આપવા કહ્યું

આ પણ વાંચો:અમદાવાદની 16 બેઠકો જ્યાં આ વખતે ભાજપનો દબદબો, જાણો કોણ ક્યાં કોને આપી રહ્યું છે ટક્કર