Not Set/ અનરાધાર એન્ટ્રી સાથે અમદાવાદ પર મેઘો ઓળઘોળ, અંતે આવ્યો ખરો !!

આમ તો, છેલ્લા ઘણા દિવસથી મેઘો અમદાવાદ પર છવાયેલો જોવા મળી રહ્યો હતો, અને ઝરમર છમકલા પણ કરી જ લેતો હતો, બસ મન મુકીને આવવાનું સારુ મુહરત નહોતું નિકળતું, ત્યારે આજે અંતે મેઘાએ અમદાવાદમાં પણ આનરાધાર એન્ટ્રી મારી દીધી છે. અમદાવાદનાં લગભગ વિસ્તારોમાં સારો વરસાદ નોંધવામા આવ્યો છે. ખાસ કરીને આખા અમદાવાદમાં મન મુકીને વરસેલા […]

Top Stories Ahmedabad Gujarat
ahd1 અનરાધાર એન્ટ્રી સાથે અમદાવાદ પર મેઘો ઓળઘોળ, અંતે આવ્યો ખરો !!

આમ તો, છેલ્લા ઘણા દિવસથી મેઘો અમદાવાદ પર છવાયેલો જોવા મળી રહ્યો હતો, અને ઝરમર છમકલા પણ કરી જ લેતો હતો, બસ મન મુકીને આવવાનું સારુ મુહરત નહોતું નિકળતું, ત્યારે આજે અંતે મેઘાએ અમદાવાદમાં પણ આનરાધાર એન્ટ્રી મારી દીધી છે. અમદાવાદનાં લગભગ વિસ્તારોમાં સારો વરસાદ નોંધવામા આવ્યો છે.

ahd 1 અનરાધાર એન્ટ્રી સાથે અમદાવાદ પર મેઘો ઓળઘોળ, અંતે આવ્યો ખરો !!

ખાસ કરીને આખા અમદાવાદમાં મન મુકીને વરસેલા મેઘાએ ઠેરઠેર પાણી ભરી દીધા છે. શહેરનાં અનેક વિસ્તારોમાં રોડ પર ભરે પાણી ભરાતા વાહન વ્યવહારને હાલાકી થતી જોવા મળી, પરંતુ લાંબી રાહ જોયા બાદ મેગા રાઉન્ડની જેમ અનરાધાર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે ત્યાર અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઝરમર્યો વરસ્યા બાદ અને વડોદરામાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ સર્જાયા બાદ અમદાવાદમાં મેઘાની ઘમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. અમદાવાદ પૂર્વમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હોવાનાં દ્રશ્યો જોવા મળ્યા છે. બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાયા હતા તો, પશ્ચિમ અમદાવાદમાં ઇસ્કોન, બોપલ, ધુમા, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ઘમાકેદાર વરસતા પાણી પાણી કરી દીધું હતું.