Not Set/ આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

ભારતમાં દેવા નીચે દબાઈને જીવન ટુંકાવવા જેવું જોખમી પગલુ ભરનાર વીજી સિદ્ધાર્થ એકલા આવા વેપારી નથી. દેશભારમાં આવા ઘણા મોટા ઉદ્યોગપતિઓ છે. આમ તો, દેવું લઇને ફરાર થઇ જવા વાળા કહેવાતા મોટા ઉદ્યોગપતિઓનો તો દેશમાં રાફળો ફાટયો છે, પણ અહીં આવા ભાગેળું કહેવાતા મોટા ઉદ્યોગપતિની વાત બિલકુલ નથી. અહીં વાત છે, પોતાની રીતે નાના માંથી […]

Top Stories Gujarat
sidhharth harshad આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

ભારતમાં દેવા નીચે દબાઈને જીવન ટુંકાવવા જેવું જોખમી પગલુ ભરનાર વીજી સિદ્ધાર્થ એકલા આવા વેપારી નથી. દેશભારમાં આવા ઘણા મોટા ઉદ્યોગપતિઓ છે. આમ તો, દેવું લઇને ફરાર થઇ જવા વાળા કહેવાતા મોટા ઉદ્યોગપતિઓનો તો દેશમાં રાફળો ફાટયો છે, પણ અહીં આવા ભાગેળું કહેવાતા મોટા ઉદ્યોગપતિની વાત બિલકુલ નથી. અહીં વાત છે, પોતાની રીતે નાના માંથી મહેનતનાં જોરે મોટા થયા હોય અને પરિસ્થિતિને આધિન દેવાદાર થઇ ગયેલા ઉદ્યોગપતિઓની. અને હા એ પણ એવા જે ભાગ્યા તો બિલકુલ નથી અને પરિસ્થિતિમાંથી બહાર આવવાની યથાર્થ કોશિશનાં અંતે થાકીને અંતિમ પગલું ભર્યું હોય.

30 07 2019 ccd owner last letter 19445975 આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

હાલમાં જ સામે આવેલા એક કિસ્સામાં કર્ણાટકના પૂર્વ સીએમના જમાઈ અને કેફે કોફી ડેના માલિક વી.જી સિદ્ધાર્થે આપઘાત કર્યા છે. તેમના મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો હતો. સિદ્ધાર્થની કંપની પર 8183 કરોડનુ દેવું હતું. વધુ દેવા હોવાથી તે ખુબજ ચિંતિત અને પરેશાન હતા. જેના લીધે તેમણે આત્મહત્યા કરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આત્મહત્યા કરતા પહેલા સિદ્ધારથએ એક પત્ર પણ લખ્યો હતો. વીજી સિદ્ધાર્થના કહેવા પ્રમાણે તે ખુદ લડ્યા પરંતુ પરિસ્થિતિ સામે હારી જતા આત્મહત્યાનું પગલું ભર્યું. ત્યારે આ કિસ્સાની બિલકુલ સામ્યતાનો કિસ્સો એવા જ એક ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કરનો પણ છે.

185951 harshad thakkar 1 1 આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

મુળ કચ્છના ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર વેલેન્ટાઈન ગ્રુપના CMD હતા. હર્ષદ ઠક્કર કચ્છનાં મુળ જખૌ વિસ્તારના  રહેવાસી છે. અને તેમણે મુંબઈમાં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેઓ ગુજરાત અને મુંબઈમાં મોટું નેટવર્ક ધરાવે છે. મુંબઈના વેપારી સમાજમાં તેઓ અત્યંત સન્માન જનક સ્થાન ધરાવતા હતા. તેઓ આશાપુરા ઈન્ટિમેટ સેશન લિમિટેડના માલિક હતા અને દેશમાં વેલેન્ટાઈન ગ્રુપ નામની રેડિમેડ ચેઈન ચલાવતા હતા. વેલેન્ટાઈન ગ્રુપના સુરત અને વડોદરા શહેરમાં 4 સ્ટોર સહિત દેશના અન્ય જાણીતા શહેરોમાં પણ સ્ટોર ચાલતા હતા. પરંતુ આવા મોટા ઉદ્યોગપતિ પણ દેવાના બોજ નીચે દબાઈ ગયા. અને કંપની પર વધુ દેવા હોવાના કારણે અચાનક ગુમ થયા હતા.

746494 harshad thakar s shop આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

દેશભરમાં વૅલેન્ટાઇનના નામથી નેટવર્ક ધરાવતા હર્ષદ ઠક્કર ઘરેથી નિકળ્યા બાદ પરત આવ્યા ન હતા. હર્ષદ ઠક્કર કામ માટે અમદાવાદ જવાનું કહીને બીજી ઑક્ટોબરે સાંજે દાદરની ઑફિસમાંથી નીકળી ગયા હતા. જોકે તેઓ અમદાવાદ પહોંચ્યા નહોતા અને ન તો ઘરે પાછા ફર્યા હતા. તેમના બન્ને મોબાઇલ-નંબર એ જ સાંજથી બંધ થઈ ગયા હતા. ત્રીજી ઑક્ટોબરે તેમની કૅબિનના ડ્રૉઅરમાંથી મળેલી ત્રણ નોટને પગલે તેમનો પરિવાર, નજીકના સંબંધીઓ અને સ્ટાફ ચિંતામાં મુકાઈ ગયા હતા. વેલેન્ટાઈન ગ્રુપના CMD એવા હર્ષદ ઠક્કરને ગયા એક સપ્તાહમાં શેરબજારમાં જે કડાકો બોલાયો છે, તેમાં ભારે નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં તેમના વેલેન્ટાઈન ગ્રુપના શેરનો ભાવ 470 પરથી 370 પર આવી ગયો હતો. જેના કારણે તેમનું મોટું નુકસાન થયું હોવાથી હર્ષદ ઠક્કર લાપતા થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.

ધંધામાં ભારે નુકસાન ગયું હોવાથી લેણદારોના નાણા સમયસર ચૂકવી ન શકતા ભીડમાં આવી પડેલા આશાપુરા ઇન્ટિમેટ્સ ફેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ ઠક્કર ઘર છોડતા પહેલા એક નોટ મૂકીને ગયા હતા. જેમાં જણાવાયું છે કે તેમણે ઘર છોડી દીધું છે અને તાજેતરના સમયમાં તે ભારે બિઝનેસ નુકસાનનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેઓ પોતાનું ઘર છોડીને જઇ રહ્યા છે આ સાથે જ નોટમાં જણાવાયું છે કે, તેમણે તેમના પ્રતિસ્પર્ધીઓને પણ આ માટે જવાબદાર ગણ્યા છે.

185951 harshad thakkar 1 1 આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

છેલ્લા છ મહિનાથી કંપનીના શેરનો ભાવ પણ ઘટી જતા કંપનીના માર્કેટ કેપિટલનું પણ રૂપિયા 1000 કરોડ જેટલું ધોવાણ થયું હતું.તેઓ પોતાની કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોની માફી પણ માંગ્યા હતા. હર્ષદ ઠક્કર લાપતા થયા બાદ પરિવારે તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી. તે સમયે અપહરણ થયા હોવાની શંકા પણ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમની કોઈ માહિતી મળી નથી. તમને જણાવી દઇએ કે, દાદર પોલીસે હર્ષદ ઠક્કરને શોધી કાઢવા માટે એક સ્પેશ્યલ ટીમની રચના પણ કરી હતી.

મૂળ કચ્છના નાના એવા ગામમાંથી 1993માં મુંબઈ આવેલા 18 વર્ષના હર્ષદ ઠક્કરે મુલુંડમાં તેમના કાકાની દુકાનમાં નોકરી કરી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી નેપિયનસી રોડ પરની એક મહિલાઓની લિંગરીની દુકાનમાં કામ કરતા કરતા ધંધાની આંટીઘૂંટીઓ અને મોડર્ન મહિલાની પસંદ ના-પસંદ સમજી 1999માં પોતાનું સાહસ આશાપુરા ઇન્ટિમેટસ ફેશન પ્રા.લિ. શરૂ કરી મુલુંડમાં પહેલી ફેકટરી નાખી હતી. તેમની વેલેન્ટાઈન બ્રેન્ડ બહુ જ હિટ થઇ હતી. એ પછી ધંધો વધતા 2006માં થાણેના ભિવંડીમાં મોટો પ્લાન્ટ નાખ્યો હતો. તેમણે મહિલાઓના આંતરવસ્ત્રોની વિવિધ શ્રેણીઓ રજૂ કરી માર્કેટમાં ટ્રેન્ડ સેટર બન્યા એટલુ જ નહી બહુ જ પ્રગતિ કરી ફક્ત પોતાની બ્રેન્ડના શો રૂમ શરૂ કર્યા. જે લિંગરીની માર્કેટમાં પહેલી જ વાર બન્યુ હતું.

IMG 20160214 WA0086 આ ગુજરાતી ઉદ્યોગપતિની કહાની પણ છે CCDનાં વીજી સિદ્ધાર્થ જેવી, જાણો કોણ છે ?

2013માં તેે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં કંપનીનો ઇશ્યું લાવ્યા હતા. 2012માં કંપનીનું ટર્ન ઓવર રૂપિયા 101 કરોડ હતું એ 2013માં 131 કરોડ અને 2014માં 165 કરોડ પર પહોંચ્યું હતું. પણ છેલ્લા છ મહિનાથી કંપનીની હાલત કથળી હતી. સૂત્રો દ્વારા કહેવાયું હતું કે એક મોટી કંપનીએ તેમની કંપનીને આપેલો મોટો ઓર્ડર કેન્સલ થયો હતો. શેરનો ભાવ પણ ઘટી જતા કંપનીના માર્કેટ કેપિટલનું રૂપિયા 1000 કરોડ જેટલુ ધોવાણ થયું હતું. એથી હર્ષદ ઠક્કર ભીડમાં આવી ગયા હતા. સૂત્રો દ્વારાએવુ પણ જાણવા મળ્યું છે કે તેમણે શેરબજારમાં મોટાપાયે રોકેલા નાણા ડૂબી જતા તેઓ ભીડમાં આવી ગયા હતા. હાલ તેઓ સુરતમાં હોવાની શક્યતાઓ પણ દર્શાવાઈ હતી.

ઘટનાના થોડાક દિવસ બાદ મરીન ડ્રાઇવ પોલીસને એક ડેડ-બૉડી મળી હતી, તેના DNAના નમૂના વૅલેન્ટાઇન બ્રૅન્ડ-નેમ હેઠળ ઇનરવેઅર, નાઇટવેઅર અને રિસૉર્ટવેઅર બનાવતી આશાપુરા ઇન્ટિમેટ્સ ફૅશન લિમિટેડનાં હર્ષદ ઠક્કરનાં પરિવારનાં પુરુષનાં DNA નમૂના સાથે મળતા ન આવતાં પરિવારે હાશકારો લીધો છે. પરંતુ હજી સુધી હર્ષદ ઠક્કરની માહિતી મળી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.