buzz aldrin marriage news/ ચંદ્ર પર પગ મૂકનાર બીજા વ્યક્તિ બઝ એલ્ડ્રિને 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા,જાણો વિગત

અવકાશયાત્રી એડવિન બઝ એલ્ડ્રિને 93 વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કર્યા. બઝ એલ્ડ્રિને ફેસબુક પર જાહેરાત કરી કે તેમણે લોસ એન્જલસમા લગ્ન કર્યા છે

Top Stories World
Buzz Aldrin

Buzz Aldrin: અવકાશયાત્રી એડવિન બઝ એલ્ડ્રિને 93 વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કર્યા. બઝ એલ્ડ્રિને ફેસબુક પર જાહેરાત કરી કે તેમણે લોસ એન્જલસમા લગ્ન કર્યા છે.   એલ્ડ્રિન એપોલો મિશન હેઠળ અવકાશયાત્રી હતા. ચંદ્ર પર પગ મૂકનાર તે બીજા વ્યક્તિ છે. શુક્રવારે તેમના 93માં જન્મદિવસે તેમણે ચોથી વખત લગ્ન કર્યા છે. એડવિન બઝ એલ્ડ્રિને લખ્યું, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મારા લાંબા સમયથી પ્રેમ અને જીવનસાથી ડૉ. અંકાવી ફૌરે અને મેં લગ્ન કર્યાં છે. અમે લોસ એન્જલસમાં એક નાનકડા સમારંભમાં ગૌરવપૂર્વક લગ્ન કર્યા હતા. અમે પ્રેમી યુગલની જેમ ઉત્સાહિત છે.

લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય (Buzz Aldrin:)
ઉલ્લેખનીય છે કે  તેમના લગ્નનો વિષય આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શનિવાર સુધી તેમની પોસ્ટને 53,000 લોકોએ લાઈક કરી છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

એલ્ડ્રિન ચંદ્ર પર પહોંચનાર બીજા વ્યક્તિ છે (Buzz Aldrin:)
20 જુલાઈ, 1969 ના રોજ, એપોલો 11 હેઠળ, અવકાશયાત્રીઓ આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિને ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. દિવંગત રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી દ્વારા ચંદ્ર પર માનવસહિત ક્રૂ મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. એપોલો 11માં ત્રીજા સભ્ય તરીકે માઈકલ કોલિન્સનો સમાવેશ થાય છે.

Earthquake/ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઇ