સવાલ/ ભાવનગરમાં વધુ 400 લિટર બાયોડીઝલ પકડાયું : પોલીસ અવારનવાર બાયોડીઝલ પકડતી રહે છે તો વેચાણકર્તાઓમાં ફફડાટ કેમ નથી?

પોલીસ અવારનવાર બાયોડીઝલનો જથ્થો પકડતી રહે છે છતાં પણ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ બંધ થતું નથી. વેચાણકર્તાઓની આ હિંમત અનેક સવાલો ઉભા કરે છે.

Top Stories Others
બાયોડીઝલ

ભાવનગર શહેરમાં વધુ એક વખત બાયોડીઝલ નો 400 લિટર જથ્થો પકડાયો છે. અવારનાર ભાવનગરમાંથી બાયોડીઝલ નો જથ્થો પકડાતો રહે છે. છેલ્લા દસ બાર મહિનામાં હજારો લિટર બાયોડીઝલનો જથ્થો પકડાયો છે તો 8 મહિના પહેલા બાયોડીઝલનો વેપલો કરતા પાંચ પંપ સીલ કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં પોલીસ અવારનવાર બાયોડીઝલનો જથ્થો પકડતી રહે છે છતાં પણ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ બંધ થતું નથી. વેચાણકર્તાઓની આ હિંમત અનેક સવાલો ઉભા કરે છે.

મળતી વિગત અનુસાર ગુરુવારે ભાવનગર શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે.  ભાવનગર શહેરમાં થતા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ ઉપર ASP સફીન હસન અને ગંગાજળીયા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા. શહેરના જુના બંદર રોડ પાસે ટેન્કરમાંથી  ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ થતું હતું. ASP સફીન હસન અને ગંગાજળિયા પોલીસ મથકના સ્ટાફે સંયુક્ત રેડ કરી 400 લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાયોડીઝલ ભરેલ ટેન્કરને કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે આઠ મહિના અગાઉ ભાવનગર શહેર-જિલ્લામાં વિના પાસ પરમિટે ધમધમતા બાયોડીઝલ વેચાણના પંપ પર તંત્રએ તવાઈ બોલાવતા ગેરકાયદે બાયોડીઝલનો વેપલો કરતાં શખ્સોમા ખળભળાટ મચી જવા પામ્યો હતો. 5 પંપ સીલ કરાયા હતા અને 1 પંપ સિઝર કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય મામલતદારની ટીમો તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે શહેરના નારી ચોકડી ખાતે આવેલ એક પંપ કરદેજ ગામે 4 તથા ઊંડવી ગામે 1 મળી કુલ 5 પંપ ને સિલ કર્યા હતા જ્યારે એક પંપને સિઝર કર્યો હતો જ્યાં 6 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો તથા પંપ, ફ્યુઅલ સપ્લાય કરતી ઈલેક્ટ્રીક મોટર બેરેલ સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, બાકી બીજી 5 જગ્યાએથી ટેન્કો, વાહનો મળી સહિત લગભગ અર્ધા કરોડ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં આસામીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સાત મહિના પહેલા ભાવનગર સિટી મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમે શહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તારમાં બે-રોકટોક ચાલતાં બાયો ડીઝલ વેચાણના કારોબાર પર રેડ કરી 5200 લીટર બાયોડીઝલ તથા બે વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દેશમાં સરકાર-ઓઈલ કંપનીઓ દ્વારા વાહનોમાં વપરાતાં ઇંધણોના ભાવોમાં અસહ્ય વધારો કરાતાં રાજ્યમાં રેગ્યુલર ડીઝલ જેવું જ ફ્યુઅલ “બાયોડીઝલ”નું ઉત્પાદન,વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ફ્યુઅલની દરરોજ વધતી જતી માંગને પગલે ઠેર ઠેર બિલાડીના ટોપ માફક બાયોડીઝલના પંપના હાટડાઓ શરૂ થયા છે. રાજ્ય સરકારે પણ આ બાયોડીઝલના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણકે આ ડીઝલના ઉપયોગથી પારાવાર પ્રદૂષણ ફેલાય છે અને વાહનોના એન્જિનને પણ નુકશાન પહોંચે છે. આમ છતાં આ સસ્તાં ઇંધણનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ તથા વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ

આ પણ વાંચો : CM યોગીની સુરક્ષામાં વધારો, ગોરખનાથ મંદિર હુમલા બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચો :કર્ણાટકમાં 200 થી વધુ મસ્જિદોને નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો