Not Set/ વડોદરા:2.77 કરોડના ખર્ચે બનાવેલ રાત્રિ બજારમાં આજે પણ છે સન્નાટો, 2017માં નિતીન પટેલ દ્વારા કરાયું હતું લોકાર્પણ

વડોદરા, વડોદરામાં પાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરીને તૈયાર કરાયેલો વધુ એક પ્રોજેક્ટ ધૂળ ખાઇ રહ્યો છે. શહેરનાં આજવા રોડ પર પાલિકા દ્વારા વધુ એક રાત્રી બજાર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનનાં બબ્બે પ્રયત્નો છતાં ત્યાંની દુકાનોનો ખરીદદાર નથી મળી રહ્યો. જેમાં ગેરીરીતિની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર સેવા […]

Top Stories Gujarat Vadodara
mantavya 272 વડોદરા:2.77 કરોડના ખર્ચે બનાવેલ રાત્રિ બજારમાં આજે પણ છે સન્નાટો, 2017માં નિતીન પટેલ દ્વારા કરાયું હતું લોકાર્પણ

વડોદરા,

વડોદરામાં પાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરીને તૈયાર કરાયેલો વધુ એક પ્રોજેક્ટ ધૂળ ખાઇ રહ્યો છે. શહેરનાં આજવા રોડ પર પાલિકા દ્વારા વધુ એક રાત્રી બજાર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનનાં બબ્બે પ્રયત્નો છતાં ત્યાંની દુકાનોનો ખરીદદાર નથી મળી રહ્યો. જેમાં ગેરીરીતિની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે.

mantavya 273 વડોદરા:2.77 કરોડના ખર્ચે બનાવેલ રાત્રિ બજારમાં આજે પણ છે સન્નાટો, 2017માં નિતીન પટેલ દ્વારા કરાયું હતું લોકાર્પણ

ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવા રોડ ઉપર રૂપિયા 2.77 કરોડનાં ખર્ચે શહેરનું બીજું રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે. વર્ષ 2017માં તેનું રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

mantavya 274 વડોદરા:2.77 કરોડના ખર્ચે બનાવેલ રાત્રિ બજારમાં આજે પણ છે સન્નાટો, 2017માં નિતીન પટેલ દ્વારા કરાયું હતું લોકાર્પણ

પરંતુ આજની હકીકત એ છે કે, લોકાર્પણનાં એક વર્ષ બાદ પણ પાલિકાને આજવા રોડનાં આ રાત્રી બજારની દુકાનોનો ખરીદદાર નથી મળી રહ્યો. તેની પાછળનું મુખ્ય કારણ તેનું વધુ પડતું ભાડુંને માનવામાં આવે છે.

mantavya 275 વડોદરા:2.77 કરોડના ખર્ચે બનાવેલ રાત્રિ બજારમાં આજે પણ છે સન્નાટો, 2017માં નિતીન પટેલ દ્વારા કરાયું હતું લોકાર્પણ

આ રાત્રી બજારમાં 35 દુકાનો બનાવવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા દુકાનોનું ભાડુ પ્રતિ દુકાન 3 લાખ જેટલું રાખવાનાં કારણે કોઇ વેપારી લેવા તૈયાર નથી. પરિણામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાત્રી બજાર ધૂળ ખાઇ રહ્યું છે. સાર સંભાળ ન રાખવાને કારણે અહીં ઝાડી ઝાંખળ ઊગી નિકળ્યાં છે.