Violence/ સુદાનમાં હિંસા થતા 100 લોકોના મોત,20 થી વધુ ગામોમાં લગાવી આગ, 62 બળી ગયેલા મૃતદેહ મળ્યા

સુદાનમાં વંશીય હિંસાને (Violence) કારણે લગભગ 100 લોકોના મોત થયા છે. અહીં મિલિશિયાઓએ 20થી વધુ ગામોમાં આગ લગાવી દીધી છે. જ્યારે 60થી વધુ બળેલા મૃતદેહો મળી આવ્યા છે.

Top Stories World
5 32 સુદાનમાં હિંસા થતા 100 લોકોના મોત,20 થી વધુ ગામોમાં લગાવી આગ, 62 બળી ગયેલા મૃતદેહ મળ્યા

સુદાનમાં વંશીય હિંસાને (Violence) કારણે લગભગ 100 લોકોના મોત થયા છે. અહીં મિલિશિયાઓએ 20થી વધુ ગામોમાં આગ લગાવી દીધી છે. જ્યારે 60થી વધુ બળેલા મૃતદેહો મળી આવ્યા છે.સુદાનના યુદ્ધગ્રસ્ત ડાર્ફુર પ્રાંતમાં ગયા અઠવાડિયે વંશીય સંઘર્ષમાં લગભગ 100 લોકોના મોત થયા છે. યુએન શરણાર્થી એજન્સી અને એક સમુદાયના નેતાએ સોમવારે આ માહિતી આપી. યુએનએચસીઆર(UNCHR)ના સંયોજક ટોબી હાર્વર્ડે જણાવ્યું હતું કે પશ્ચિમ ડાર્ફુર પ્રાંતના કુલબાસ શહેરમાં જમીન વિવાદને લઈને આરબ અને આફ્રિકન જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી, સ્થાનિક મિલિશિયાઓએ વિસ્તારના ઘણા ગામો પર હુમલો કર્યો અને હજારો લોકોને ભાગવાની ફરજ પડી હતી.

કોરોના સંક્રમિત /કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ફરી કોરોના પોઝિટિવ,ટ્વિટ કરી આપી માહિતી…

શહેરના એક વંશીય નેતા, અબકર અલ-તુમે જણાવ્યું હતું કે મિલિશિયાએ 20 થી વધુ ગામોને સળગાવી દીધા પછી ઓછામાં ઓછા 62 સળગેલા મૃતદેહો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે હજુ પણ ઘણા લોકોના ઠેકાણા નથી. આ અથડામણ ડાર્ફુરમાં વંશીય હિંસાની તાજેતરની ઘટના છે. એપ્રિલની શરૂઆતમાં, એવું નોંધવામાં આવ્યું હતું કે સુદાનના પશ્ચિમ ડાર્ફુર પ્રદેશમાં આદિવાસી આરબો અને બિન-આરબ વચ્ચે સપ્તાહના અંતે થયેલી અથડામણમાં મૃત્યુઆંક 200ને પાર કરી ગયો હતો.

tweets /23 વર્ષીય ભારતીય છોકરાનો ‘ફ્રેન્ડ’ છે એલોન મસ્ક, જાણો કારણ…