Not Set/ PM મોદી અને શાહ સ્વર્ગસ્થ અરુણ જેટલીના પરિવારને મળી થયા ભાવુક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે જેટલીના ફોટાને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને દિલાસો આપ્યો હતો. લગભગ 20-25 મિનિટ રોકાઈ ગયા પછી વડા પ્રધાન ત્યાંથી રવાના થયા. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ જેટલીના ઘરે પહોંચ્યા હતા. વડા […]

Top Stories India
jetli home PM મોદી અને શાહ સ્વર્ગસ્થ અરુણ જેટલીના પરિવારને મળી થયા ભાવુક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે જેટલીના ફોટાને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને દિલાસો આપ્યો હતો. લગભગ 20-25 મિનિટ રોકાઈ ગયા પછી વડા પ્રધાન ત્યાંથી રવાના થયા. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ જેટલીના ઘરે પહોંચ્યા હતા. વડા પ્રધાન દિલ્હીના કૈલાશ કોલોનીમાં જેટલીના ઘરે પહોંચ્યા અને પત્ની સંગીતા, પુત્રી સોનાલી અને પુત્ર રોહન જેટલી સાથે વાતચીત કરી. પૂર્વ કેન્દ્રીય પ્રધાનનું અવસાન થયું ત્યારે વડા પ્રધાન વિદેશમાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, વિદેશમાં હોવાને કારણે વડા પ્રધાન મોદી, અરુણ જેટલીની અંતિમ વિધિમાં સમિલ થઈ શક્યા નોહતા. તેમણે શનિવારે બહરીનથી જેટલીની પત્ની અને પુત્ર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. બંનેએ વડા પ્રધાનને તેમની વિદેશ યાત્રા રદ ન કરવા વિનંતી કરી હતી.

 

મારો મિત્ર અરુણ ગયો

વડા પ્રધાન મોદીએ અરૂણ જેટલીને યાદ કરતાં બહરીનથી કહ્યું હતું કે, જે મિત્ર સાથે તેમણે જીવનમાં લાંબી મુસાફરી કરી હતી, આજે તે મિત્ર તેમને છોડીને ચાલ્યો ગયો છે. આજે હું મારી જાતને ખૂબ જ એકલો અનુભવું છું. પહેલા બહેન સુષ્મા  ગયી, હવે મિત્ર અરુણ ચાલ્યો ગયો. હું કલ્પના પણ નથી કરી શકતો કે હું અહીં બહિરીનમાં છું અને મારો મિત્ર અરુણ આ દુનિયામાં નથી રહ્યો.

પત્ની અને પુત્ર સાથે વાત કરી

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, જેટલી રાજકારણના પ્રણેતા હતા. કયદાના જાણકાર અને એક નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ સ્પષ્ટ વિચારશીલ નેતા હતા જેમણે ભારતની પ્રગતિમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. તેમનું પ્રસ્થાન ખૂબ પીડાદાયક છે. મેં તેમની પત્ની સંગીતા જી અને પુત્ર રોહન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.