છેલ્લા 44 દિવસથી LRDની બહેનો આંદોલન કરી રહી છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. તેવામાં હવે LRDની બહેનોએ ન્યાય નહીં મળે અને 1/8/ 2018 નો પરિપત્ર રદ્દ નહીં થયા, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો છે. LRD ની બહેનો ઉપવાસ પર ઉતરી જતા હવે મામલાએ સંગિન રુપ ઘારણ કરી લીધું છે.
આપને જણાવી દઇએ કે, “જય સંવિધાન બંધારણીય અધિકાર આંદોલન સમિતિ” ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 44 દિવસથી સંઘર્ષ કરતી એલઆરડી ની બહેનો જ્યારે અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, ત્યારે 44 – 44 દિવસ વિતી જવા છતા પણ ગુજરાત સરકારનાં પેટનું પાણી હાલતું નથી. સરકારની નિંભરનીતિ સામે આખરે દીકરીઓને કઠોર નિર્ણય લેવો પડ્યો છે.
દીકરીઓ પૂજા,રીંકલ,હેતલ,અસ્મીતા,દક્ષા,જયશ્રી,ભાવના અને સાથે સમાજના આગેવાનો અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ(BAAS)ના હસમુખ સકસેના,સાથે ભરતભાઈ ચૌધરી સમાજ,રામજીભાઈ ઠાકોર સમાજ, અને વિષ્ણુભાઈ માલધારી સમાજ આજે અનશન ઉપર ઉતરી ગયા છે. જ્યાં સુધી સત્યની લડાઈમાં ન્યાય નહીં મળે અને1/8/ 2018 નો પરિપત્ર રદ નહીં થાય, ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીએ છીએ તેવી તમામ આંદોલન કરતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, LRD મહિલા ઉમેદવારના સમર્નાથનમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પણ આવી હતી. આજે ગાંધીનગર કલેકટર ને તારીખ 1/8/2018નો ઠરાવ રદ કરવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે ઠાકોર સેનાના ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગોવિંદજી એ જણાવ્યું હતું કે 1/8/2018 ના આ ઠરાવ થી sc st obc ની મહિલા ઓ ને અન્યાય થાય છે. માટે આ ઠરાવ રદ કરવો જોઈએ. જો એમ નહીં થાય તો ગાંધીનગરમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.