Not Set/ પ્રોટીનની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

પ્રોટીન ની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતીની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

Gujarat Others Trending
વ૧ પ્રોટીનની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

ધૈર્યરાજસિંહ ને બીમારી સબબ મેડિકલ ટ્રીટમેન્ટ માટે 22 કરોડ જેટલા રૂપિયા ની સહાયની જરૂર છે. ગુજરાતની ખુમારી ભરી જનતાએ વિવિધ જિલ્લાઓમાંથી સહાય નો ધોધ વરસાવી દીધો છે.

મહિસાગર ના બાળક ધૈર્યરાજસિંહ ને ખબજ મોંઘી ટ્રીટમેન્ટ ની જરૂર છે.  અને 22 કરોડ જેટલી માતબર રકમ નું ઈન્જેકશન આ બાળકનો જીવ બચાવી શકે તેમ છે. પરંતુ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા મિડલ કલાસ પરિવાર માટે આટલી મોટી રકમ એકઠી કરવી અશક્ય હોઈ છે ત્યારે સમગ્ર ગુજરાત તેમની મદદ એ આવ્યું છે.

congress 1 પ્રોટીનની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ના યુવાનો પણ તેમની વ્હારે આવેલ છે અને સમગ્ર શહેરમાં ફરી ધૈર્યરાજસિંહ મદદ માટે ફાળો એકત્રિત કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બાળક જયરાજસિંહ રાઠોડ ને બચાવવા માટે લખતર કર્ણીસેનાને લખતર તાલુકા ક્ષત્રિય યુવા ગ્રુપ તથા અન્ય સમાજ ના લોકો દ્વારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. લખતર ને આજુ બાજુ આવતા ગામડાઓ ના સર્વે સમાજ દ્વારા ધૈર્યરાજસિંહ માટે લખતર તાલુકાના તમામ ગામો માંથી સર્વે સમાજ એક થઈ ને ફાળો એકત્રિત કવા માટે ક્ષત્રિય ને અન્ય સમાજ ના લોકોય સાથે મળીને ફાળો એકત્રિત કરવાનું કામ કર્યું. હાલ સમગ્ર ઝાલાવાડમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય પંથકમાં પણ બાળક ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે લોકફાળો એકત્રિત કરવાની મુહિમ જોરશોરથી ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ધૈર્યરાજસિંહને સહાય કરવા માટે મુખ્યમંત્રીને કરી રજૂઆત

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે.જેને SMA – 1 નામની બિમારી છે.આ બિમારીની સારવાર ભારતમાં શક્ય નથી.સારવાર અમેરિકાથી આવનારા Zolgensma ઇજેક્શનથી જ શક્ય છે.જેની કિંમત રૂ.16 કરોડ હોવાથી રાજ્યભરમાંથી તેને મદદ માટે અપીલ કરાઈ રહી છે. ત્યારે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ ધૈર્યરાજસિંહને સહાય કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.મુખ્યમંત્રીને રાહતફંડમાંથી આ પરિવારને સહાય કરવા રજૂઆત કરી છે.

Untitled 30 પ્રોટીનની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી મદદરૂપ થવા ભલામણ કરી

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના બાળક ધૈર્યરાજ સિંહ એસ એમ એ વન નામની જટિલ બીમારી થી પીડાય છે. બાળક ધૈર્યરાજસિંહ ની સઘન સારવાર માટે રૂ. 16 કરોડની આર્થિક સહાયની જરૂર પડતા સમગ્ર રાજ્ય ને દેશભરમાં સહાનુભૂતિ નું મોજું ફરી વળ્યું છે.આ બાળકની ઝડપી અને સઘન સારવાર માટે પાટડી દસાડા ના ધારાસભ્ય નૌશાદ સોલંકી એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવીને મદદરૂપ થવા ભલામણ કરી છે. હાલ નવતર પ્રકારની પ્રોટીનની બીમારીથી પીડાતા બાળક માટે સમગ્ર રાજ્ય અને દેશભરમાં આર્થિક મદદની પહેલો શરૂ કરાઈ છે ત્યારે પાટડી દસાડા ના ધારાસભ્ય સોલંકીએ પણ કાર્યમાં સરકાર દ્વારા ઝડપી મદદરૂપ થવા લેખિત રજૂઆત કરી ને માનવતાવાદી અભિગમ દાખવ્યો છે.

3 મહિનાના ધૈર્યરાજને રૂ.16 કરોડની જરૂર: અમદાવાદ સ્ટેડિયમની બહાર મદદ માંગી,  જુઓ કેટલા કરોડ ભેગાં થયા | Cricket lovers came forward to help Dhairyaraj  Singh of Mahisagar

ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના  બાળક ને  જન્મજાત એક ગંભીર બીમારીના સકંજામાં આવ્યું છે.   જેનું નામ છે એસ.એમ.એ-૧. આ બાળક આ ગંભીર બીમારીનું શિકાર બન્યું છે. જેના ઈલાજ માટે  22 કરોડ રૂપિયા ની જરુર છે. અને 22 કરોડ ની કિમતનું આ ઇન્જેક્શન અમેરિકા થી મંગાવવું પડે તેમ છે.

વ૧ 1 પ્રોટીનની ખામીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતની જનતાએ વહાવ્યો સહાયનો ધોધ

મહીસાગર જિલ્લાના ખાનપુર  તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો. માતા-પિતા ને કે જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે હું એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છું .ત્યારે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે ત્યારે કુટુંબીજનો આ બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરાવવા ઠેર ઠેર ગુજરાતના  નામી ડોક્ટરો પાસે બાળક ની સારવાર ને લઇ જાય છે અને પથ્થરો એટલા દેવ પણ પૂજ્યા પરંતુ બાળક ની સ્થતિ તે ની તેજ રહી છે. આ બાળક જન્મ જાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેનું નામ છે એસ.એમ.એ-૧ (S.M.A-1) એટલે (Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે.  જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે જે રંગસૂત્ર- ૫ ની નાળીમાં ખામીને કારણે થાય છે.  આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે જયારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે.

બાળકનો સારવાર-ખર્ચ ઉપાડવા 1-લાખ દાતાઓ મદદરૂપ થયાં | chitralekha

 જે માતા-પિતાના વારસામાં આવેલ રોગ છે. જે જનીનો ખામી દર્શાવે છે. ત્યારે આ રોગની સારવાર ખુબ મોઘી છે. તેના માટેના ઈજેક્શન રૂપિયા ૧૬ કરોડમાં યુ.એસ થી માંગવું પડે છે. જેની માન્યતા ડીસેમ્બર-૨૦૧૬ માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા) ને મળેલ છે. જે કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે.  જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્યકરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

Spinal muscular atrophy - Wikipedia

ત્યારે લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ને ડોકટરોના કેહવા પ્રમાણે બાળકના ઈલાજ માટે તમારી પાસે ૧ વર્ષ છે જેના માટે બાળકના પિતાએ ૧૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે. ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. ત્યારે તેઓ એ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડીયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે આજીજી કરી છે ત્યારે મહીસાગર જિલ્લા માંથી કેટલીય સંસ્થાઓ તેની મદદ માટે ડોનેશન આપવા લાગી છે. ત્યારે રકમ ખુબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળી રહે તેવી રાજદીપસિંહ આશા સેવી રહ્યા છે અને અહવાન કરી રહ્યા છે. જો સમય મર્યાદામાં આ રકમ ન આવે તો  ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં આવેલી રકમ કોઈ બીજા બાળક માટે ફાળવી દેવામાં આવશે.

A/C NO                   :                             700701717187237

IFSC CODE             :                             YESB0CMSNOC

NAME                     :                             DHAIRYARAJSINH RATHOD

ત્યારે આ 22 કરોડ ની ઇન્જેકશન અમેરિકા થી મંગાવવું પડે છે. અને આ બાળક ના પરિવાર મધ્યમ વર્ગી હોવાથી આ વી મોટી રકમ ખરચવા સક્ષમ ન હોવાથી અનેક સંસ્થાઓ અને લોકો પાસે ફંડ ની માંગ કરી છે ત્યારે લુણાવાડા ના નામી ડોક્ટર હાર્દિક ઉપાદ્યાય એ પણ લોકો અને સરકાર ને આ બાળક ની વહારે આવી ને મદદ કરે તેવી વિનંતી કરી રહ્યા છે