Not Set/ બરોડા ડેરીનો વિવાદ વધુ ગરમાયો, MLA કેતન ઈનામદાર પર કર્યા વળતા આક્ષેપ

છેલ્લા બે દિવસથી બરોડા ડેરી વિવાદોમાં આવી ગઈ છે. ડેરીના સત્તાધીશો દ્વારા સભાસદોનું શોષણ તેમજ અન્યાય કરવામાં આવતા હોવાનો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ કર્યો.

Gujarat Vadodara
inflation 17 બરોડા ડેરીનો વિવાદ વધુ ગરમાયો, MLA કેતન ઈનામદાર પર કર્યા વળતા આક્ષેપ

વડોદરાની બરોડા ડેરી માં આક્ષેપ-પ્રતિ આક્ષેપનો વિવાદ વધુ ગરમાયો છે. ભાજપમા ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરી ના સત્તાધીશો પર સભાસદોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે ડેરીના સત્તાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઈનામદારના આક્ષેપોને ફગાવ્યા છે. સાથે જ વળતા આક્ષેપો પણ કર્યા છે.

  • બરોડા ડેરીના સત્તાધીશોએ આપ્યો રદિયો
  • ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપને રદિયો

છેલ્લા બે દિવસથી બરોડા ડેરી વિવાદોમાં આવી ગઈ છે. ડેરીના સત્તાધીશો દ્વારા સભાસદોનું શોષણ તેમજ અન્યાય કરવામાં આવતા હોવાનો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ કર્યો. અને આ આક્ષેપ સાથે રાજ્યના સહકારમંત્રી ઈશ્વર પટેલને 14 મુદ્દા સાથે પત્ર પણ લખી દીધો. જેને લઈને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને વાઈસ ચેરમેને પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબ આપ્યા. દીનુ મામાએ કહ્યું કે ડેરીના ડિરેક્ટર 2022ની ચૂંટણી લડવા માગે છે જેને લઈને તેમને વાંધો પડ્યો છે.

inflation 18 બરોડા ડેરીનો વિવાદ વધુ ગરમાયો, MLA કેતન ઈનામદાર પર કર્યા વળતા આક્ષેપ

ડેરીના ચેરમેને એટલે સુધી દાવો કર્યો કે ડેરીમાં બધું ચોખ્ખું છે. અને છતાં જો તપાસ કરાવવી હોય કો એસઆઈટી કે ઈડી પાસે પણ કરાવી શકે છે. ડેરીના જે ડિરેક્ટરનું નામ દિનેશ પટેલે આપ્યું તે ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સાથે પણ મંતવ્ય ન્યૂઝની ટીમે સંપર્ક કર્યો અને ખાસ વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ પોતે વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છે છે અને તેથી કેતન ઈનામદારને તેનાથી વાંધો પડ્યો છે. જોકે 2022ની ચૂંટણીમાં ભાજપ ટિકિટ ન આપે તો અપક્ષમાંથી ચૂંટણી લડવાની તેમણે તૈયારી દર્શાવી છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે શરૂ થયેલા વિવાદને લઈને સભાસદોના સહકારથી ચાલતી ડેરીમાં પણ રાજકારણ ઘૂસી ગયું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપો જો સાચા નહીં ઠરે તો બદનક્ષીનો દાવો કરવાની પણ દિનુ મામાએ તૈયારી દર્શાવી છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું.

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ