હરણી તળાવ/ વડોદરા હોડી દુર્ઘટનામાં વીએમસીના પૂર્વ ડેવલપમેન્ટ અધિકારીની ધરપકડ

વડોદરાની હરણી નદી હોડી દુર્ઘટના કેસમાં એસઆઈટીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ડેલવપમેન્ટ ઓફિસર ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Vadodara
વડોદરા હોડી દુર્ઘટનામાં વીએમસીના પૂર્વ ડેવલપમેન્ટ અધિકારીની ધરપકડ

વડોદરાની હરણી નદી હોડી દુર્ઘટના કેસમાં એસઆઈટીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ડેલવપમેન્ટ ઓફિસર ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ તળાવની દેખરેખ કરનારા કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદાર સહિત આઠ જણાની ધરપકડ કરી ચુકી છે. જોકે હજી 11 આરોપી ફરાર છે.

હરણી તળાવમાં 18 જાન્યુઆરીના રોજ વ્યુ સનરાઈજ સ્કૂલના બાળકો ભરેલી હોડી ડૂબી જતા સમગ્ર દેશમાં શોક ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 12 બાળકો સાથે 2 ટીચરના પણ મોત નીપજ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.

ગોપાલદાસ શાહ 2015-16 દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર હતા. દરમિયાન નિગમે તેમને નોકરી પરથી હટાવી દીધા હતા. ગોપાલદાસ શાહ આર્કિટેક્ટ હતા. આથી તેમણે એક કન્સ્લટન્સી કંપની શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ગોપાલદાસ શાહે ગુજરાતમાં અંદાજે 50 પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કન્સ્લટન્સીનું કામ કર્યું છે.

2015-16ની સાલમાં પીપીપી આધારે ગુજરાતના તમામ મોટા તળાવોના નવીનીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ગોપાલદાસ શાહે વડોદરા નિગમને ગરણી તળાવનું સૌંદર્યકરણનો એક પ્રોજેક્ટ બચાવ્યો હતો. તે સમયે નિગમે તેમના જ પ્રોજેક્ટને માન્યતા આપી હતી.

ઉલ્લેખનીય છે કે મેસર્સ કોટ્યા પ્રોજેક્ટ સ્નેક્સ બનાવતી કંપની છે. એ રીતે તે કોઈ તળાવનું ટેન્ડર લેવા પાત્ર ન હતી. તેમછતા આ કંપનીને 30 વર્ષ માટે હરણી લેકનું ટેન્ડર અપાયું હતું. કહેવાય છે કે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ કંપની ગોપાલદાસ શાહનું મહોરૂ હતી. કારણકે ટેન્ડર પાસ થયા બાદ ગોપાલદાસ શાહે પુર્વ યોજના અંતર્ગત સૌંદર્યકરણ માટે તળાવનો સેમી કોન્ટ્રાક્ટ ડોલ્ફીન કંપનીને અપાવ્યો હતો.

પરેશ શાહ અને નિલેશ જૈન ડોલ્ફીન કંપનીના મુખ્ય કર્તાહર્તા હતા. બન્નેએ સાથે મળીને ગોપાલદાસ શાહે 50 હજાર વર્ગફૂટ ક્ષેત્રફળ વાળા હરણી લેકના સૌંગર્યકરણ ઉપર કામ કરી રહ્યા હતા. જ્યારે પરેશ શાહ અને નિલેશ જૈન આ પ્રોજેક્ટમાં રોકાણ કરતા હતા.

નવાઈની વાત એ છે કે કોટિયા પ્રોજેક્ટે તળાવની દેખરેખ કરવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહને આપ્યો હતો. બાદમાં પરેશ શાહે આ કોન્ટ્રાક્ટ ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને સોંપી દીધો હતો. નિલેશે પણ આ કોન્ટ્રાક્ટ આગળ જઈને નયન ગોહિલને આપી દીધો હતો. હોડી ચલાવનાર નયન હોગિલ તળાવના કિનારે લારી ચલાવતો હતો.

અત્યાર સુધીમાં પોલીસ ગોપાસ શાહ, વિનીત કોટિયા, નયન ગોહિલ, ભીમ સિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિની ધરપકડ કરી ચુકી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….