Income tax raid/ ગુજરાતમાં આર.આર. કેબલ કંપનીને ત્યાં આઇટી ત્રાટક્યુ

ગુજરાતમાં આવકવેરા વિભાગ ફરીથી ત્રાટક્યુ છે. તેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, સેલવાસ અને મુંબઈમાં આવકવેરા વિભાગે એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કેબલ અને વાયરના કારોબાર સાથે સંકળાયેલા ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Surat Vadodara
YouTube Thumbnail 2023 11 29T124038.330 ગુજરાતમાં આર.આર. કેબલ કંપનીને ત્યાં આઇટી ત્રાટક્યુ

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગ ફરીથી ત્રાટક્યુ છે. તેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, સેલવાસ અને મુંબઈમાં આવકવેરા વિભાગે એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કેબલ અને વાયરના કારોબાર સાથે સંકળાયેલા ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગે વડોદરાના આર.આર. કેબલ ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા હોવાની માહિતી મળી છે. ગ્રુપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટરો અને વિતરકોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમા મોટાપાયા પર બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે.

વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના ઘર, મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરામાં એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સાથે તેની બધી બ્રાન્ચ ઓફિસ મલીને કુલ 35થી વધુ સ્થળો પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઇટી વિભાગની ટુકડી કેબલના કારોબારમાં થતી ગેરરીતિઓની તપાસ કરી રહ્યા છે. તેની સાથે ખરીદવેચાણના જરૂરી દસ્તાવેજો અને કમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વગેરેની માહિતી મેળવી રહ્યા છે. તેઓને વિશ્વાસ છે કે આર.આર. કેબલ કંપનીના સંચાલકોને ત્યાં દરોડામાંથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી શકે છે.

કંપનીના સંચાલકોના વડોદરા  ખાતેના રહેઠાણ તેમજ વાઘોડિયા સ્થિત ફેક્ટરી અને સિલ્વાસા ખાતે આવેલી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેની સાથે વડોદરામાં એલેમ્બિક કેમ્પસમાં ગોરવા ખાતેની બ્રાન્ચ ઓફિસની જોડે અમદાવાદ અને સુરતમાં આવેલી વિવિધ બ્રાન્ચ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે.

સર્ચ ઓપરેશન

આવકવેરા વિભાગની ટીમ ચાંપતા પોલીસ બંદોબસ્તા સાથે આર.આર. કેબલ કંપનીના સંચાલકોના ઘરે પહોંચી છે. આવકવેરા વિભાગના આઠ અધિકારીઓએ ત્યાં સર્ચ ઓપેરશન હાથ ધર્યુ છે. કંપનીના દસ્તાવેજ, કમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ હાથ ધરવામાં આવી છે. બધા કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ફક્ત અગ્રણી કર્મચારીઓને જ ઓફિસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાનો કેબલ કારોબાર સાથે જોડાયેલો નામાંકિત પરિવાર ત્રિભોવનદાસ અને મહેશ કાબરા વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે. તેથી તેમને ત્યાં પડેલા દરોડાએ રીતસરનો ભૂકંપ સર્જયો છે. આ ઉપરાંત ગુજરાતમાં આવકવેરા વિભાગ જે રીતે દરોડા પાડી રહ્યું છે તે જોતાં લાગે છે કે હવે કદાચ પાણીપુરીવાળાઓનો પણ વારો આવી શકે છે.


આ પણ વાંચોઃ Modi’s Strategist/ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન

આ પણ વાંચોઃ Uttarkashi Rescue Operation/ 422 કલાક, કેવી રીતે પાર પડ્યું આ ઓપરેશન; જાણો 17 દિવસની 17 વાર્તા  

આ પણ વાંચોઃ Silkyara Tunnel/ સિલ્કયારા ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો માટે બીજી ‘સિલ્કયારા ટનલ’ તૈયાર