Agnipath protest/ ગુજરાતમાં અગ્નિપથ યોજનાના વિરોધ કરવા પર નહિ નોધાય કોઈ FIR

ગુજરાતમાં રવિવારે ત્રણ ઘટનાઓ જોવા મળી – મહેસાણા, જામનગર અને અમદાવાદ શહેરમાં – જ્યાં યુવાનોએ અગ્નિપથ યોજના સામે પ્રદર્શન કર્યું. 

Top Stories Ahmedabad Gujarat
523 3 1 ગુજરાતમાં અગ્નિપથ યોજનાના વિરોધ કરવા પર નહિ નોધાય કોઈ FIR

અગ્નિપથ, સશસ્ત્ર દળોની ત્રણેય સેવાઓમાં કમિશન્ડ અધિકારીઓના રેન્કથી નીચેના સૈનિકોની ભરતી માટે 14 જૂનના રોજ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી યોજનાને કારણે દેશના કેટલાક ભાગોમાં વિરોધ ચાલુ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં મોટા પાયે વિરોધ નોધવામાં આવી રહ્યોછે. જ્યારે ઘણા રાજ્યોમાં વિરોધ કરી રહેલા યુવાનો પર કાનૂની કેસ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતમાં, ગૃહ વિભાગે સંભવિત ‘અગ્નિવીર’નું કાઉન્સિલિંગ કરવાની અને તેમની વિરુદ્ધ કોઈ FIR  નહિ નોધવાની નીતિ અપનાવી છે. રાજ્યના ગૃહ વિભાગે તેમની સામે એફઆઈઆર નહીં દાખલ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં રવિવારે ત્રણ ઘટનાઓ જોવા મળી – મહેસાણા, જામનગર અને અમદાવાદ શહેરમાં – જ્યાં યુવાનોએ અગ્નિપથ યોજના સામે પ્રદર્શન કર્યું. આમાંથી એક પણ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ પોલીસને મૌખિક રીતે સૂચના આપી છે કે નવી યોજના સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા યુવાનો સામે કોઈ ફરિયાદ દાખલ ન કરો.

આ નાગે ગુજરાત પોલીસના એક  ઉચ્ચાધિકારી જણાવ્યું હતું કે, “અમને ગૃહ વિભાગ અને અમારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી સૂચનાઓ મળી છે કે અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા માટે પકડાયેલા યુવકો વિરુદ્ધ કોઈ જ FIR નોધવામાં નહી આવે. જો કેટલાક યુવકો વિરોધ દરમિયાન પકડાય છે, તો તેમને સશસ્ત્ર દળોના અનુભવીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે. યોજનાના લાભો વિશે સમજાવવા માં આવશે.

મહેસાણાના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે વિરોધ કાર્યક્રમ દરમિયાન અટકાયતમાં લેવાયેલા 50 જેટલા યુવાનોને જણાવવામાં આવ્યું હતું કે આવા વિરોધમાં ભાગ લેવાથી તેઓની ભવિષ્યની સંભાવનાઓનો  જ તેઓ વિરોધ કરી રહ્યા છે.

વધુમાં અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે યુવાનોને કહીશું કે જો તેઓ આવા પ્રદર્શનોમાં પકડાઈ જશે, તો તેઓને માત્ર સશસ્ત્ર દળોમાં જોડાવાથી જ નહિ પરંતુ અન્ય નોકરીઓ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તેઓ આ યોજના પસંદ કરે છે, તો સેવા કરવાની તક મેળવવા ઉપરાંત એક સૈનિક તરીકે દેશમાં ગૌરવ મેળવશે. અને  તેઓ રાજ્ય પોલીસની નોકરીઓમાં પણ પ્રાથમિકતા મેળવશે,”

કેન્દ્ર સરકારે 14 જૂને માત્ર ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. ‘અગ્નિવીર’ને માસિક રૂ. 30,000 થી રૂ. 40,000નો પગાર મળશે, જેમાંના 75% જેઓ ચાર વર્ષ પછી ડિમોબિલાઈઝ થઈ જાય છે તેમને રૂ. 11.71 લાખનું ‘સેવા નિધિ’ એક્ઝિટ પેકેજ મળે છે, જેમાંથી અડધો હિસ્સો તેમના પોતાના યોગદાન દ્વારા મળશે. બાકીના 25%ને વધુ 15 વર્ષ સેવા આપવા માટે સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.

Business/ સાચવજો ડોક્ટરો ! હવે દવાના ફ્રી સેમ્પલ ઉપર પણ ટેક્સ ભરવો પડશે